News Continuous Bureau | Mumbai
વધતા પ્રદૂષણને ઘટાડવા માટે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં ( Vehicle Scrappage Policy ) સુધારો કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત 15 વર્ષથી જૂના તમામ સરકારી વાહનોનું ( Govt vehicles ) રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. આમાં રજિસ્ટ્રીમાં રિન્યૂ કરાયેલી કારનો પણ સમાવેશ થશે. આ તમામ કાર રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ ( scrapped ) સેન્ટર પર સ્ક્રેપ કરવામાં આવશે.
‘આ’ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે
આ નવા નિયમના અમલ પછી, કેન્દ્ર સરકાર (ભારત સરકાર), તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારના વાહનો, કોર્પોરેશનના વાહનો, જાહેર સાહસો, રાજ્ય પરિવહન વાહનો, જાહેર સાહસો અને સરકારી સહાયિત સંસ્થાઓના વાહનો, જે 15 વર્ષો થી વધુ જૂના છે તેને કાઢી નાખવામાં આવશે. જોકે આ વાહનોમાં ભારતીય સેનાનું કોઈ વાહન સામેલ કરવામાં આવશે નહીં. આ નવો નિયમ 1 એપ્રિલ, 2023થી અમલમાં આવશે.
15 વર્ષ જૂના વાહનની નોંધણી
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં, માર્ગ પરિવહન મંત્રાલયે એક ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઉપયોગમાં લેવાતા 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવે. આ નિયમ તમામ નિગમ અને પરિવહન વિભાગની બસો અને વાહનોને લાગુ કરવાનો હતો. સરકારે સૂચનો અને વાંધાઓ માટે 30 દિવસનો સમયગાળો આપ્યો હતો અને હવે આ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ બાદ હવે વસઈમાં જોશીમઠ જેવા હાલ, સેંકડો લોકોના ઘરોમાં પડી તિરાડો.. સ્થાનિકોએ કર્યો આ આક્ષેપ..
નીતિન ગડકરીએ પહેલા જ સંકેત આપી દીધો હતો
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે અમે 15 વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને સ્ક્રેપ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તે મુજબ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આ નિયમ સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. જેને તમામ રાજ્ય સરકારો પણ અનુસરશે. દરમિયાન, આ નિયમ લાગુ થયા બાદ ઘણા જૂના સરકારી વાહનો રસ્તા પરથી ગાયબ થતા જોવા મળશે.
Join Our WhatsApp Community