ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑક્ટોબર, 2021
રવિવાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી વિશે તો સૌ જાણતાં જ હશે કે તેઓ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની સાથે અંબાણી પરિવારને પણ દેશના સૌથી ધનિક પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણીના સગા ભાઈ અનિલ અંબાણી આજે કરોડોના દેવાંમાં ડૂબી ગયા છે.
ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણી સામે ચીનની ઘણી બૅન્કો પાસેથી લીધેલી લોન પરત ન કરવાના આરોપો છે અને લંડન કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અનિલ અંબાણીએ નિકાસ અને આયાત બૅન્ક ઑફ ચાઇના અને ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ચાઇના પાસેથી આશરે 716 મિલિયન ડૉલરની લોન લીધી છે, જે લગભગ 5,276 કરોડ રૂપિયા જેટલી છે. અનિલ અંબાણીએ તો કોર્ટમાં એકરાર પણ કરી દીધો હતો કે હવે તેમની પાસે પૈસા બાકી નથી અને તેઓ ઘરેણાં વેચીને વકીલોના પૈસા ચૂકવી રહ્યા છે.
પરંતુ એ જાણીને આશ્ચર્ય થશે કે તે જે ઘરમાં રહે છે તેની કિંમત લગભગ 5 હજાર કરોડ રૂપિયા છે. અનિલ અંબાણીનું આ ઘર મુંબઈમાં બનેલું છે અને આ ઘરમાં કુલ 4 સભ્યો રહે છે, જેમાં તેઓ, તેમની પત્ની ટીના મુનિમ સાથે રહે છે અને તેમનાં બે બાળકો જેમનાં નામ અનમોલ અંબાણી અને અંશુલ અંબાણી છે.
કોરોના ની સાઈડ ઇફેક્ટ: મહામારીએ ભારતીયોની જિંદગીના આટલા વર્ષ કર્યા ઓછા, સ્ટડીમાં થયો ખુલાસો
આ ઘરનું નામ એબોડ છે, જે 1600 ચોરસ ફૂટના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે અને આ ઘરમાં જિમ અને સ્વિમિંગ પૂલ જેવી ઘણી સુવિધાઓ છે. આ ઘરની ટેરેસ પર એક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે. વર્ષ 2018માં આ ઘર આર્થિક સેવા કંપની IIFLના સૌથી મોંઘાં મકાનોના રિપૉર્ટમાં બીજા ક્રમે હતું.
ઓએ ઘરના ઇન્ટરનલ સ્ટ્રક્ચર પર ઘણો ખર્ચ કર્યો છે અને ઘરની અંદર જોવા મળતી તમામ સજાવટની કિંમત કરોડોમાં છે. આ ઘરની ડિઝાઇન બનાવવા માટે વિદેશથી ડિઝાઇનરોને બોલાવવામાં આવ્યા હતા. અનિલ અંબાણીનું આ ઘર મુંબઈની પાલી હિલ જેવા પ્રાઇમ લોકેશન પર બનેલું છે.
અનિલ અંબાણીના આ ઘરમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઘર ઘણું મોટું છે અને તેની જાળવણીનો ખર્ચ ઘણો વધારે છે. આખા ઘરમાં ઘણા વૈભવી રૂમ છે, જ્યારે અહીં માત્ર અનિલ અંબાણીનો પરિવાર રહે છે.અનિલ અંબાણીનું આ ઘર કોઈ ભવ્ય મહેલથી ઓછું નથી. તેના આંતરિક સુશોભન પર ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમના ઘરમાં એક મોટો હૉલ છે અને તેઓએ આખા ઘરમાં લાઇટિંગની સુંદર સજાવટ કરી છે. આ ઘરનું વીજળીનું બિલ 60 લાખ સુધી આવે છે. તેણે ઘણા બધા કર્મચારીઓને ઘરમાં પણ રાખ્યા છે, જેમને દર મહિને લાખોમાં પગાર પણ મળે છે.
અનિલ અંબાણીના આ ઘરની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નજરે પડે છે. મળતી માહિતી મુજબ અનિલ અંબાણીએ પોતાનું ઘર વિદેશથી આંતરિક ડિઝાઇનરો દ્વારા સજ્જ કર્યું છે.
અનિલ અંબાણીને મોંઘી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. જોકે એવું કહેવામાં આવે છે કે તેને ભડકાઉ જીવનશૈલી બહુ પસંદ નથી, પરંતુ ઘરની સજાવટ માટે તેણે દુનિયાની સૌથી કીમતી વસ્તુઓ મગાવી છે. આ ઘરના તમામ ફર્નિચર મોંઘાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનાં છે. અનિલ અંબાણી અને તેમની પત્નીને ઍન્ટિક ડિઝાઇન પસંદ છે. ઘરનો આંતરિક ભાગ પ્રાચીન શૈલીને પ્રતિબિંબિત કરે છે. ઘરના વિવિધ રૂમની ડિઝાઇન અને રંગ અલગ છે.
મુંબઈ શહેરમાં ગટરનાં ઢાંકણાચોરોનો હાહાકાર, આ વિસ્તારમાં બધી ગટરો ખુલ્લી, સંભાળીને ચાલજો; જાણો વિગત