News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ શાહરુખ ખાન ના ઘર મન્નતની બહાર ચાહકોની ભીડ જામી હતી. ચાહકો શાહરૂખ ખાનને બાલ્કનીમાં આવવાની રાહ જોતા જોવા મળ્યા હતા અને આ ચાહકોમાં ‘બિગ બોસ 16’ ફેમ અબ્દુ રોજિક પણ જોવા મળ્યો હતો. અબ્દુ રોજિક નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાની લક્ઝરી કાર માં શાહરૂખ ખાનના ઘરની બહાર રાહ જોતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે હાથમાં એક ખાસ સંદેશ પણ પકડેલો જોવા મળે છે.
અબ્દુ રોજિક નો વિડીયો થયો વાયરલ
અબ્દુ રોજિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શાહરૂખ ખાનને તેના બંગલા ‘મન્નત’ ની બહાર મળવા આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. શાહરૂખના ચાહકોની ભીડ વચ્ચે અબ્દુલ ઊભો જોવા મળે છે તે તેની સન રૂફ લક્ઝરી કાર માં કિંગ ખાનને મળવા આવ્યો છે. તેણે કાળો ટક્સીડો પહેર્યો છે અને હાથમાં શાહરૂખ ખાન માટે ખાસ સંદેશ લઈને કારના સનરુફ ની બહાર ઊભો જોવા મળે છે.
View this post on Instagram
અબ્દુ એ ગણાવ્યો તેને શાહરુખ ખાનનો ફેન
આ વીડિયોમાં અબ્દુ કહેતો જોવા મળે છે કે તે શાહરૂખ ખાનનો મોટો ફેન છે અને તેને મળવા માંગે છે. અબ્દુ હાથમાં એક સંદેશ પકડેલો જોવા મળે છે. આ મેસેજમાં તેની બકેટ લિસ્ટ છે. તેણે ચાર ઈચ્છાઓ લખી છે, જેમાંથી માત્ર શાહરૂખ ખાનને મળવાની ઈચ્છા અધૂરી છે, બાકીની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. અબ્દુની ચાર ઈચ્છાઓ તેના માતા-પિતાને હજ પર લઈ જવા, ભારતમાં પ્રેમ મેળવવા અને સલમાન ખાનને મળવાની હતી.
Join Our WhatsApp Community