News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર અને ધર્મેન્દ્રનો નાનો દીકરો બોબી દેઓલ આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો છે. બોબીનો જન્મ 27 જાન્યુઆરી 1969 ના રોજ મુંબઈમાં થયો હતો. બોબી ધર્મેન્દ્ર અને તેની પ્રથમ પત્ની પ્રકાશ કૌરનો પુત્ર છે. ‘બરસાત થી ડેબ્યુ કરનાર બોબી દેઓલે ‘ગુપ્તઃ ધ હિડન ટ્રુથ’, ‘દિલ્લગી’, ‘બાદલ’, ‘ક્રાંતિ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. OTT ની દુનિયામાં પણ તેણે ‘આશ્રમ’ જેવી વેબ સિરીઝ દ્વારા ખલબલી મચાવી હતી બોબી દેઓલ ને અભિનય કૌશલ્ય તેના પિતા પાસેથી વારસામાં મળ્યું છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે બોલિવૂડમાં સારું નામ કમાવવા છતાં અને ફિલ્મી પરિવાર સાથે સંબંધ હોવા છતાં એક સમય એવો હતો જ્યારે બોબી દેઓલ પાસે કામ નહોતું. આવી સ્થિતિમાં તેણે દિલ્હીની એક નાઈટ ક્લબ માં ડીજે તરીકે કામ કર્યું.
બાળ કલાકાર તરીકે કર્યું હતું કામ
બોબી દેઓલ ને તેની કારકિર્દીમાં પિતા ધર્મેન્દ્ર અને મોટા ભાઈ સની દેઓલ જેવી લોકપ્રિયતા મળી ન હતી, પરંતુ તેણે એક સારું સ્થાન હાંસલ કર્યું છે. બોબી દેઓલે બોલિવૂડની ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. બોબીએ 1977 માં આવેલી ફિલ્મ ‘ધરમવીર’ માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ પછી, તેણે ફિલ્મ ‘બરસાત’ દ્વારા મુખ્ય અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આમાં તેનો અભિનય લોકોને પસંદ આવ્યો. આ ફિલ્મ માટે બોબીને બેસ્ટ મેલ ડેબ્યુ નો એવોર્ડ પણ મળ્યો હતો. તેણે ‘સોલ્જર’, ‘હમરાજ’, ‘બાદલ’, જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી. જો કે, પછી તેને કામ મળતું બંધ થઈ ગયું અને આ સમય લાંબો સમય ચાલ્યો.
આ સમાચાર પણ વાંચો: શાર્ક ટેન્ક ઇન્ડિયા: 85 વર્ષના વૃદ્ધે બનાવ્યું એવું તેલ, કે મોટી ઉંમરે પણ માથા પર ઉગતા હતા વાળ, શાર્ક પણ થઈ ગયા હેરાન
દિલ્હી ની નાઈટ ક્લબ માં કર્યું ડીજે નું કામ
બોબી દેઓલ ને લગભગ 10 વર્ષથી કોઈ કામ મળ્યું ન હતું. આ દરમિયાન તેણે કામ માંગવાની કોશિશ પણ કરી નહીં, ત્યારબાદ તેણે છેલ્લે વર્ષ 2016માં દિલ્હી ની નાઈટ ક્લબ માં ડીજે તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બોબી દેઓલના આ મુશ્કેલ સમયમાં સલમાન ખાન મસીહા બનીને આવ્યો અને તેને ઈન્ડસ્ટ્રીમાં પાછો લાવ્યો. વર્ષ 2018માં સલમાન ખાને બોબી ને ફિલ્મ ‘રેસ 3’ ઓફર કરી હતી. જ્યારે, બોબી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે આ ફિલ્મમાં કામ કર્યું. તેનાથી તેનું નસીબ થોડું બદલાઈ ગયું.બોબી ફિલ્મ ‘રેસ 3’ પછી ‘હાઉસફુલ 4’માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને વેબ સિરીઝ ‘આશ્રમ’ મળી, જે બોબી દેઓલની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ સિરીઝની અત્યાર સુધી ત્રણ સિઝન આવી ચૂકી છે. એકવાર એક ઇન્ટરવ્યુ દરમિયાન, બોબી દેઓલે તેના સમય વિશે વાત કરી જ્યારે તેને કામ મળતું બંધ થઈ ગયું. તેણે કહ્યું કે તે સંપૂર્ણ રીતે પરાજિત થઈ ગયો હતો, પરંતુ તેના પરિવારે તેને ક્યારેય એકલો નથી છોડ્યો અને હંમેશા તેનો સાથ આપ્યો.
Join Our WhatsApp Community