બોલિવૂડના ફેમસ એક્ટર શાહરૂખ ખાનની ( shah rukh khan ) આગામી ફિલ્મ ( film ) ‘પઠાણ’ આ ( pathaan ) દિવસોમાં ઘણી ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ( deepika padukone ) પહેલું ગીત ‘બેશરમ રંગ’ પણ રિલીઝ થયું છે. જેની ચર્ચા હાલ સર્વત્ર થઈ રહી છે. ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે. પરંતુ કેટલાક લોકો ( netizens ) એવા છે જે હવે તેનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. હવે (#BoycottPathan) બોયકોટ પઠાણ ( boycott pathaan ) ટ્વિટર ( twitter )પર ટ્રેન્ડ ( trends ) કરી રહ્યું છે.
ટ્વીટર પર #BoycottPathan કરી રહ્યું છે ટ્રેન્ડ
ટ્વિટર પર લોકો શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને #BoycottPathan માં તેમના નવા ગીત ‘બેશરમ રંગ’ માટે ટ્રોલ કરી રહ્યા છે. આટલું જ નહીં ગીતમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ વચ્ચે શૂટ કરાયેલા સીન અને એક્ટ્રેસના આઉટફિટને પણ ખરાબ કહેવામાં આવી રહ્યું છે. લોકો ટ્વિટર પર શાહરૂખ ખાનના જૂના વીડિયો પણ રિપોસ્ટ કરી રહ્યા છે અને તેની નિંદા કરી રહ્યા છે. આ સિવાય ઘણા લોકો એવા છે જેઓ તેમના મંદિર જવા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
“मैं भी एक पठान हूं जब पाकिस्तान जीतता है तो मुझे लगता है कि मेरा वालिद जीत गया “- शाहरुख़ खान
सुना है इसकी पठान मूवी आ रही है, जिसे सफल करवाने के लिए ये माता रानी के दरबार में गया है #BoycottPathaan #BoycottbollywoodForever pic.twitter.com/zpgWqUtmDJ
— Chaudhari Dhiren #प्रशासक समिति 100℅ Follow Back (@ChaudhariDhir13) December 13, 2022
દીપિકા પાદુકોણના લુક ની થઇ નિંદા
આ સિવાય ઘણા યુઝર્સ ફિલ્મ ‘પઠાણ’ના નવા ગીતમાં દીપિકા પાદુકોણના લુક પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે અને તેના પર અભદ્ર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક યુઝરે દીપિકા પાદુકોણના લુકને હાસ્યાસ્પદ ગણાવ્યો છે. યુઝર કહે છે કે ‘જે રીતે ફિલ્મમાં મહિલાને નગ્ન બતાવવામાં આવી રહી છે, આ લોકો એ સંદેશ આપવા માગે છે કે બોલિવૂડનો એક જ ઉદ્દેશ્ય ભારતની ગરિમાને ખતમ કરવાનો છે (પઠાણનો બહિષ્કાર કરો’). તે જ સમયે સુશાંત સિંહ રાજપૂતના એક પ્રશંસકે પણ બોલિવૂડનો બહિષ્કાર કરવા માટે ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરવાની માંગ કરી છે. તે કહે છે કે આનાથી અભિનેતાને ન્યાય મળશે.
So Bollywood chose saffron colour for this porn #BoycottPathaan pic.twitter.com/Org48Z2j9c
— 🇮🇳 (@stablanz) December 12, 2022
Nasha chadhne wala hai with this blockbuster jodi 🔥 Watch the song #BesharamRang NOW! https://t.co/z7eRGTMgow
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. pic.twitter.com/AVIp8IeMjP
— Yash Raj Films (@yrf) December 12, 2022
આ સમાચાર પણ વાંચો: Banking News : શું તમારું આ 13 બેંકોમાંથી કોઈમાં ખાતું છે? RBIએ લીધો ‘આ’ મોટો નિર્ણય
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર હજુ સુધી રિલીઝ થયું નથી. પરંતુ તેના ટીઝરે દરેક જગ્યાએ ખળભળાટ મચાવી દીધો હતો. શાહરૂખ ખાન લગભગ 4 વર્ષ બાદ આ ફિલ્મથી કમબેક કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સિવાય જોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.