News Continuous Bureau | Mumbai
એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ રાખીએ આદિલ પર મારપીટ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન, આદિલ ખાન વિરુદ્ધ રેપનો કેસ નોંધવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે ઈરાનની એક વિદ્યાર્થીનીએ આદિલ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે.
આદિલ વિરુદ્ધ ઈરાની યુવતીએ પોલીસમાં કરી ફરિયાદ
રાખી સાવંતના પતિ આદિલ ખાન વિરુદ્ધ મૈસૂરમાં FIR નોંધવામાં આવી છે. ઈરાની વિદ્યાર્થીએ મૈસૂરના વીવી પુરમ પોલીસ સ્ટેશનમાં આદિલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. આદિલ વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 417,420, 504 અને 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.મળતી માહિતી મુજબ ઈરાનથી એક વિદ્યાર્થી મૈસૂરમાં ડોક્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ કરવા ભારત આવી હતી. તે છોકરી આદિલ ખાનને ડેઝર્ટ લેબ ફૂડ અડ્ડા માં મળી હતી. આદિલ તે ફૂડ આઉટલેટનો માલિક હતો. ધીરે ધીરે બંનેની નિકટતા ઘણી વધી ગઈ હતી.
આદિલ વિરુદ્ધ નોંધાયો રેપનો કેસ
ફરિયાદ અનુસાર, ઈરાની વિદ્યાર્થીએ આદિલ પર મૈસૂરના એક એપાર્ટમેન્ટમાં જ્યાં તેઓ સાથે રહેતા હતા ત્યાં લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ ઈરાની યુવતીએ 5 મહિના પહેલા જ્યારે આદિલ સાથે લગ્ન કરવાની માંગ કરી તો તેણે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો અને કહ્યું કે તેના જેવી ઘણી છોકરીઓ સાથે તેના આ રીત ના સંબંધો છે.જ્યારે યુવતીએ આદિલને ધમકી આપી કે તે પોલીસ ફરિયાદ કરવા જઈ રહી છે, ત્યારે તેણે તેને બે મોબાઈલ નંબર પરથી સ્નેપચેટ પર યુવતીની કેટલીક ઈન્ટિમેટ તસવીરો મોકલી હતી. યુવતીએ ફરિયાદમાં બંને ફોન નંબરનો પણ ઉલ્લેખ કર્યો છે. આદિલે યુવતીને ધમકી આપી હતી કે તે તે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશે અને તેના માતા-પિતાને પણ મોકલી દેશે. તેણે ધમકી પણ આપી હતી કે જો યુવતી તેની સામે કોઈ ફરિયાદ કરશે તો તે તેને મારી નાખશે.
Join Our WhatsApp Community