245
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહરે ( karan johar ) ઘણા સ્ટાર્સના બાળકોને ફિલ્મોમાં લોન્ચ કર્યા છે. આ કારણથી તે નેપોટિઝમ કે સ્ટાર કિડને લઈને ચર્ચામાં રહે છે. કરણ જોહરે પોતાની ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, અનન્યા પાંડે જેવા ઘણા સ્ટાર કિડ્સને લોન્ચ કર્યા છે અને તે ઘણા લોકોને તક આપવા જઈ રહ્યો છે. આ બાબતને લઈને હવે તેની સૌથી ખાસ મિત્ર અને અભિનેત્રી કાજોલે તેની ટાંગ ખેંચી છે. બોલિવૂડ સ્ટાર કાજોલે ( kajol ) તેને ટોણો માર્યો અને તેને વગર સ્ટાર કીડસે ફિલ્મો બનાવવાનું કહ્યું. કરણે ( advertisement ) પણ આનો જવાબ આપ્યો છે.
ફૂડ એડ માં સાથે જોવા મળ્યા કરણ જોહર અને કાજોલ
View this post on Instagram
તાજેતરમાં જ કરણ જોહર અને કાજોલ એક ફૂડ એડમાં જોવા મળ્યા હતા. આમાં કરણ કાજોલને પૂછે છે કે શું તે સૂપ પીવા માંગે છે. આના પર અભિનેત્રીએ પૂછ્યું કે શું તે સ્ટાર કિડ્સ વિના સૂપ બનાવી શકશે? જો કે, એક જ વારમાં કાજોલનો પ્રશ્ન તેના પર પાછો વળ્યો. કરણ પણ કહે છે, ‘તું પણ સ્ટાર કિડ છે.’બીજી તરફ, જ્યારે કરણ કાજોલ માટે સૂપ લાવે છે, ત્યારે તે તેના વખાણ કરવાની અને તે જ સમયે તેના ટાંગ ખેંચવાની કોઈ તક છોડતી નથી. એક તરફ તે કરણની રસોઈના વખાણ કરે છે અને બીજી તરફ તે કહે છે, ‘હવે સ્ટાર કિડ્સ વિના આવી ફિલ્મો કરો.’ જોકે બંને વચ્ચેનો આ સંઘર્ષ ખાટો મીઠો છે.
આ સમાચાર પણ વાંચો: Income Tax News : ઘરમાં કેટલી રોકડ રાખી શકશો? જાણો વિગત અહીં, નહીં તો 137 ટકા ટેક્સ ભરવો પડશે
કાજોલ પણ છે સ્ટારકિડ
તમને જણાવી દઈએ કે કાજોલ ફિલ્મમેકર શોમુ મુખર્જી અને એક્ટર તનુજાની દીકરી છે. તેની માસી નૂતન અને નાની શોભના સમર્થ પણ અભિનેત્રી હતી.કાજોલ ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તે તેની ફિલ્મ ‘સલામ વેંકી’ આ મહિને રિલીઝ થવાની છે.
Join Our WhatsApp Community