News Continuous Bureau | Mumbai
સિદ્ધાર્થ-કિયારાના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે સંગીત સેરેમનીનો કહેવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો સંગીત સેરેમનીમાં કિયારા અડવાણી ના પરફોર્મન્સનો છે. વીડિયોમાં કિયારા અડવાણી તેની ગર્લ ગેંગ સાથે ‘બોલે ચૂડિયાં’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.
કિયારા અડવાણી ના સંગીત સેરેમની નો ડાન્સ વિડીયો થયો વાયરલ
આ વાયરલ થયેલા વિડીયો માં કિયારા અડવાણી સિલ્વર કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના બેકગ્રાઉન્ડમાં દેખાતી સજાવટ પણ અદ્ભુત છે. સ્ટેજને ફૂલો અને લાલ રંગના કપડાંથી સજાવવામાં આવ્યું છે અને લોકો કિયારા અડવાણીને ચીયર કરી રહ્યાં છે. પ્રશંસકોએ આ વીડિયો પર ભરપૂર કોમેન્ટ કરી છે.
Pov:Kiara dancing on this song in her own wedding sangeet😭❤🥺@advani_kiara @SidMalhotra #SiddharthMalhotra #KiaraAdvani #SidKiara #SidKiaraWedding #SidharthKiaraWedding #SidKiaraKiShaadi pic.twitter.com/2ZeYdVn8Rx
— Sidkiara ❤ 🦋//MrandMrsMalhotra🥺❤ (@sidkiara_era) February 5, 2023
કિયારા- સિદ્ધાર્થ ના લગ્ન બાદ ટ્વિટર પર #MrsMalhotra થયું ટ્રેન્ડ
જો કે આ વિડીયોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ચાહકો ખુશ છે કે તેમની પ્રિય અભિનેત્રીએ આખરે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે હેશ ટેગ #SidharthMalhotra અને હેશ ટેગ #MrsMalhotra ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. લોકો આ કપલની તસવીરો પણ શેર કરી રહ્યા છે.
Join Our WhatsApp Community