News Continuous Bureau | Mumbai
બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેતા અને તેની પત્ની આલિયા વચ્ચે ઝઘડા ના અહેવાલો આવ્યા હતા. આ દરમિયાન નવાઝુદ્દીન ના દુબઈના ઘરમાં કામ કરતી સપના રોબિન મસીહ નામની યુવતીનો એક વીડિયો ગત દિવસોમાં સામે આવ્યો હતો, જેમાં તે નવાઝુદ્દીન પર અનેક આરોપો લગાવતી જોવા મળી હતી.
સપનાએ માફી માંગી
હવે સપનાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અભિનેતાની માફી માંગતી જોવા મળી રહી છે. વીડિયોમાં સપનાને એવું કહેતા સાંભળી શકાય છે કે તેણે આ બધી વાત દબાણમાં કહી હતી. વિડીયો રીલીઝ કરતા સપનાએ કહ્યું, “હું તમારું ખરાબ નથી ઇચ્છતી કારણ કે તમે ખૂબ જ સારા વ્યક્તિ છે. આ કારણે, હું તમારી ખૂબ જ માફી માંગવા માંગુ છું. તમે સોશિયલ મીડિયા પર જોયેલા વિડિયો માટે હું માફી માંગુ છું. મીડિયા દ્વારા દર્શાવવામાં આવેલ કેસ, મેડમ દ્વારા કરવામાં આવેલો કેસ તમામ ખોટા કેસ હતા અને હું નથી ઇચ્છતી કે તમારી સામે કોઈ કાર્યવાહી થાય, તમે ઘરે પાછા આવો.
The video & my statement speaks for itself. Govt authorities are requested to urgently rescue the house help of @Nawazuddin_S from Dubai where the girl is in a state of Solitary Confinement@cgidubai @UAEembassyIndia @LabourMinistry @HRDMinistry@MEAIndia @CPVIndia @OIA_MEA pic.twitter.com/EyQ8DiHPG2
— Advocate Rizwan Siddiquee (@RizwanSiddiquee) February 19, 2023
આલિયાના વકીલે દાવો કર્યો હતો
માફી માંગતો આ વીડિયો આલિયાના વકીલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોમાં 20 વર્ષની સપનાએ દાવો કર્યો છે કે તે દુબઈમાં ફસાયેલી છે. વકીલના દાવા મુજબ, સપનાને વિઝા ફીના બહાને અત્યાર સુધી પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. જો કે, આ ટ્વીટના બીજા જ દિવસે, એવી જાણ કરવામાં આવી હતી કે અભિનેતા દ્વારા તમામ બાકી ચૂકવણી કરવામાં આવી છે અને હવે તેનાઘરે કામ કરવા વાળી ને ભારત પરત લાવવામાં આવી રહી છે.
Join Our WhatsApp Community