News Continuous Bureau | Mumbai
હોળી પર મુસાફરોની સુવિધા માટે અને તમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેન નંબર 09201 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસથી 6મી માર્ચ 2023, સોમવારે 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.15 કલાકે ભાવનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09202 ભાવનગર – બાંદ્રા (ટી) સ્પેશિયલ ભાવનગરથી રવિવાર, 5 માર્ચ 2023ના રોજ 21.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.10 કલાકે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, સોનગઢ અને સિહોર ગુજરાત સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
આ સમાચાર પણ વાંચો : Best Air Cooler In India: ભારતના શ્રેષ્ઠ એર કૂલર, જે ગર્મીમાં પણ આપે શિયાળાનો અહેસાસ, જૂઓ કયું છે તમારા માટે બેસ્ટ