News Continuous Bureau | Mumbai
ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે ( dilip kumar ) તેમની કારકિર્દીમાં એક કરતા વધુ હિટ ફિલ્મો આપી અને તેમણે 65 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. એક્ટર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં છે. દિલીપ કુમારે પોતાના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનુ ( saira bano ) સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સાયરા દિલીપ કરતા લગભગ 22 વર્ષ નાની હતી. આવી સ્થિતિમાં બંનેના લગ્ને ઘણી હેડલાઇન્સ બનાવી હતી.
દિલીપ કુમારને સાયરા નહીં પણ પહેલી નજરમાં જ આ અભિનેત્રી ના પ્રેમ માં પડ્યા હતા
1966માં દિલીપ કુમારે અભિનેત્રી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા, જેઓ તેમનાથી 22 વર્ષ નાની હતી. પરંતુ શું તમે જાણો છો કે દિલીપનો પહેલો પ્રેમ સાયરા નહીં પરંતુ કોઈ અન્ય હતો. વાસ્તવમાં, એક મીડિયા હાઉસ ના સમાચાર મુજબ, દિલીપ કુમારનો પહેલો પ્રેમ ( first love ) અભિનેત્રી કામિની કૌશલ ( kamini kaushal ) હતી. કામિની સાથે દિલીપની પહેલી મુલાકાત વર્ષ 1948માં ફિલ્મ ‘શહીદ’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કામિની અને દિલીપ વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. બંને લગ્ન પણ કરવા માંગતા હતા, પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે દિલીપને ખબર પડી કે કામિની પહેલેથી જ પરિણીત છે.
આ સમાચાર પણ વાંચો: ‘RRR’ પછી હવે આ બ્લોકબસ્ટર ફિલ્મ પણ સામેલ થઇ ઓસ્કારની રેસમાં, નિર્માતા એ સબમિટ કર્યું નોમિનેશન ફોર્મ
કામિની એ મજબૂરી માં તેના જીજા સાથે કર્યા હતા લગ્ન
વાસ્તવમાં અભિનેત્રી કામિની કૌશલે મજબૂરીમાં પોતાના જીજા સાથે લગ્ન કર્યા હતા. બન્યું એવું કે કામિનીની બહેનનું અવસાન થયું, ત્યારપછી કામિનીએ પોતાની બહેનના બાળકોને ઉછેરવા માટે તેના જીજા સાથે લગ્ન કર્યા.
Join Our WhatsApp Community