News Continuous Bureau | Mumbai
૫૦૦ગ્રામ ચા ખરીદવા ઓનલાઈન ઓર્ડર આપ્યો અને ખાતા માંથી ૨૦ હજાર ઉપડી ગયા,અંકલેશ્વર ના યુવાન સાથે છેતરપિંડીની ઘટના બની
ભારત દેશમાં ડીજીટલ યુગ જામ્યો છે,આ યુગ નો કેટલાય લોકો સદઉપયોગ કરી તેના થકી કમાણી પણ કરી રહ્યા છે તો કેટલાક લેભાગુ તત્વો આ ડીજીટલ દુનિયામાં પણ પોતાની તરાપ મારવાનું છોડતા નથીઃઅને ઓનલાઇન છેતરપીંડી જેવી કરતૂતો કરી હજારો લાખો રૂપિયા નો લોકોને ચુનો ચોપડી પોતાના નાપાક મનસૂબા પાર પાડી રહ્યા છે, અંકલેશ્વરના રોહિત ભરત ભાઈ નામના યુવક સાથે પણ કંઇક આજ પ્રકારની ઘટના સર્જાઈ છે.
આ સમાચાર પણ વાંચો: સંસદમાં આજે પણ હંગામો, સંસદની કાર્યવાહી પહેલા ખડગેએ કરી વિપક્ષની બેઠક
જેમાં તેઓએ ફેસબુક ઉપર સસ્તા ભાવે ચા મળતી હોય તે પ્રકારની જાહેરાત જોઈ તેઓ આકર્ષાઈ ગયા હતા અને તરત જ એપ્લિકેશન ઉપર ક્લિક કરી ૨૯૯ ની ૫૦૦ ગ્રામ ચા ખરીદવા માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો,રોહિત ભાઈ એ જેમ એપ્લિકેશન પર ક્લિક કરી પરન્તુ તેઓનો ઓર્ડર પ્રથમ રિજેક્ટ થઇ ગયો હતો, ત્યાર બાદ તેઓએ ફરી વાર એપ્લિકેશન ઓપન કરી ઓર્ડર સબમિટ કરી પોતાના ક્રેડિટ કાર્ડ ની ડીટેલ થકી પેમેન્ટ કરવા ગયા હતા જે દરમિયાન જ તરત તેઓના ખાતા માંથી ૨૯૯ ની જગ્યાએ ૧૯ હજાર ઉપરાંતની રકમ કપાઇ જતા રોહિત ભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તેઓ સાથે છેતરપીંડી થઇ હોવાનું એહસાસ થતા જ તેઓએ અંકલેશ્વર પોલીસ મથકે મામલે ફરિયાદ આપી અજાણ્યા ફ્રોડ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આમ ઓનલાઈન એપ્લિકેશનો થકી વધુ એક વાર એક વ્યક્તિને પોતાના હજારો રૂપિયા ગુમાવવા નો વારો આવ્યો હતો,ત્યારે આજના ડીજીટલ યુગ ની દુનિયામાં લોકોએ પણ ઓનલાઈન એપ્લિકેશન મારફતે પોતાના ખાતા ની વિગત આપતા પહેલા વિચાર કરવા સમાન આ અંકલેશ્વર માં બનેલ કિસ્સા ઉપરથી કહી શકાય તેમ છે,
Join Our WhatsApp Community