News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 22 દિવસ થઈ ગયા છે. પઠાણ ભારતમાં તેમજ વિશ્વભરમાં સારી કમાણી કરી રહ્યો છે. આ ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે, તો બીજી તરફ આ ફિલ્મ વિશ્વભરમાં 1000 કરોડનો આંકડો પાર કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણના એક્શન અવતારે સૌનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ હવે તેનો ઉલ્લેખ એક એવા મામલાને લઈને છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.
દીપિકા નો વિડીયો થયો વાયરલ
આ વીડિયો ફ્લાઈટની અંદરનો છે અને તેને એક ફેન્સે શેર કર્યો છે. આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકશો કે દીપિકા પાદુકોણ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહી છે.ઓરેન્જ અને બ્લુ ટી-શર્ટ પહેરેલી અને માથા પર ઓરેન્જ કેપ પહેરેલી દીપિકા પાદુકોણ એકદમ સિમ્પલ અવતારમાં જોવા મળી રહી છે. આ દરમિયાન દીપિકા પાદુકોણની સાથે તેનો બોડીગાર્ડ પણ ફ્લાઇટમાં હાજર છે જે અભિનેત્રીને માર્ગદર્શન આપી રહ્યો છે.દીપિકા પાદુકોણ ફેન્સની સામેથી પસાર થતાં જ તેને અવાજ લગાવે છે.જોકે દીપિકાએ ફેન્સના આ અવાજ પર કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ અભિનેત્રીની સાદગીના વખાણ કરતા થાકતા નથી અને ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.
[Video] Deepika Padukone spotted by a fan on a flight🧡 pic.twitter.com/Q31WcyPII7
— Deepika Padukone FC (@DeepikaPFC) February 15, 2023
દીપિકા પાદુકોણ ની આગામી ફિલ્મો
દીપિકા પાદુકોણની ફિલ્મોની વાત કરીએ તો આ દિવસોમાં તે શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે ખૂબ જ એક્શન અને ધમાલ કરી છે. બીજી તરફ, જો આપણે દીપિકાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો આ ફિલ્મ પછી, અભિનેત્રી સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ ‘ફાઇટર’માં જોવા મળશે, જેમાં તે પ્રથમ વખત રિતિક રોશન સાથે કામ કરશે.
Join Our WhatsApp Community