News Continuous Bureau | Mumbai
2023 ના ઝી સિને એવોર્ડ્સમાં આલિયાના નામ ની ધૂમ મચી હતી. આલિયા નું નામ રેડ કાર્પેટ થી લઈને એવોર્ડ્સ સુધી દરેક જગ્યાએ ગુંજતું હતું. વાસ્તવમાં આલિયાને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં તેના રોલ માટે આ એવોર્ડ મળ્યો હતો. સતત બીજો એવોર્ડ જીત્યા બાદ આલિયાની ખુશીની કોઈ સીમા ન રહી. આવી સ્થિતિમાં ખુશી વ્યક્ત કરતા અભિનેત્રીએ રાત્રે 2 વાગે એવોર્ડ સાથે પોતાની એક તસવીર શેર કરી હતી.
પતિ રણબીર કપૂરે આ ક્ષણને વધુ ખાસ બનાવી
આલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં અભિનેત્રી બેડ પર બેઠી છે અને તેના હાથમાં ઝી સિને એવોર્ડ છે. આ ક્ષણ અને તસવીરને વધુ ખાસ બનાવે છે તે એ છે કે તેને તેના પતિ રણબીર કપૂરે ક્લિક કરી હતી. તસવીર શેર કરતી વખતે આલિયાએ તેની તસવીર ક્લિક કરવા બદલ રણબીરનો આભાર પણ માન્યો હતો. અભિનેત્રીએ લખ્યું, ‘મારા પતિનો ખાસ ઉલ્લેખ, જેઓ ખૂબ જ શાંતિથી રાત્રે બે વાગ્યે મારો ફોટો ક્લિક કરી રહ્યાં છે.’
આલિયા નો લુક બન્યો હતો આક્રર્ષણ નું કેન્દ્ર
પતિ રણબીરનો આભાર માનવાની સાથે આલિયાએ લખ્યું, ‘ગંગુ લવ, આ સન્માન માટે તમારો આભાર. સંજય લીલા ભણસાલી સર, હું તમારો કેટલો આભાર માનું છું તે વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. આ ઈવેન્ટમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. ગ્રીન થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં આલિયાની સુંદરતા ચમકી રહી હતી. અભિનેત્રી ના ચાહકો તેને આ લુકમાં જોઈને ખૂબ જ ખુશ થયા હતા કારણ કે આલિયાએ તેની પુત્રીના જન્મ પછી પોતાને ફિટ રાખવા માટે સખત મહેનત કરી છે.
Join Our WhatsApp Community