News Continuous Bureau | Mumbai
-KGF ચેપ્ટર 2 ફિલ્મથી કન્નડ સિનેમા માં પોતાની ઓળખ બનાવનાર સંજય દત્ત ટૂંક સમયમાં તમિલ ફિલ્મોમાં પોતાની અભિનયની ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. સંજય દત્ત વિજય સાથે ‘થલપથી 67’માં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ માટે તેને મોટી રકમ આપવામાં આવી છે.
મેકર્સે શેર કર્યો સંજય દત્ત નો લુક
નિર્માતાઓએ ફિલ્મમાંથી સંજય દત્તનો લુક પણ ચાહકો સાથે શેર કર્યો છે, જેમાં અભિનેતાનો કોટ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા સેવન સ્ક્રીન સ્ટુડિયોએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમિલ સિનેમામાં સંજય દત્ત સરનું સ્વાગત કરીને અમે સન્માનિત અનુભવીએ છીએ. અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે તે થલપથી 67નો ભાગ છે.સંજય દત્ત પણ ‘થલપથી 67’ નો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. તેનું નિવેદન પણ ફિલ્મના નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે, ‘જ્યારે મેં ‘થલપથી 67’નું વન લાઇનર સાંભળ્યું, તે જ સમયે મેં નક્કી કરી લીધું હતું કે હું આ ફિલ્મનો ભાગ બનવા માંગુ છું. હું આ પ્રવાસ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’
We feel esteemed to welcome @duttsanjay sir to Tamil Cinema and we are happy to announce that he is a part of #Thalapathy67 ❤️#Thalapathy67Cast #Thalapathy @actorvijay sir @Dir_Lokesh @Jagadishbliss pic.twitter.com/EcCtLMBgJj
— Seven Screen Studio (@7screenstudio) January 31, 2023
આ ફિલ્મ માટે સંજય દત્ત ને મળી છે ભારી ભરખમ ફીસ
રિપોર્ટ્સ નું માનીએ તો સંજય દત્તને આ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ફિલ્મના નામની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે તેને ‘થલપથી 67’ કહેવામાં આવી રહ્યું છે. લોકેશ કનાગરાજ દ્વારા નિર્દેશિત આ એક એક્શન થ્રિલર હશે. લોકેશ અગાઉ વિક્રમ જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યો છે. ફિલ્મમાં વિજય અને સંજય ઉપરાંત ત્રિશા, પ્રિયા આનંદ, ગૌતમ મેનન, અર્જુન સરજા અને મન્સૂર અલી ખાન પણ જોવા મળશે.
Join Our WhatsApp Community