News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાન ને આજે કોઈ ઓળખ ની જરૂર નથી. અભિનેતા ની બોલિવૂડની અત્યાર સુધીની સફર ઘણી સારી રહી છે, જેનું કારણ તેની અભિનય શૈલી છે. જેના કારણે આજે શાહરૂખ ખાન એક્ટિંગની દુનિયામાં એટલું મોટું નામ બની ગયું છે શાહરૂખ ખાને ચાર વર્ષ બાદ ફિલ્મ પઠાણ થી કમબેક કર્યું છે. શાહરુખ ની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ સંપૂર્ણ સુપરહિટ રહી છે. શાહરૂખ ખાન હાલમાં મીડિયામાં ખૂબ ચર્ચા નો વિષય બન્યો છે, જેનું કારણ બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન છે.
આર્યન ખાન બાથરૂમ માં કરે છે આ કામ
શાહરૂખ ખાન હાલમાં તેના દીકરા આર્યન ખાનને કારણે મીડિયામાં હેડલાઈન્સમાં છે, કારણ કે થોડા સમય પહેલા જ આર્યન ખાનનું એક સત્ય આખી દુનિયાની સામે આવ્યું છે, જેના પછી મીડિયામાં દરેક જગ્યાએ શાહરૂખ ખાન અને તેના દીકરા આર્યન ની વાતો થઈ રહી છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કેટલીક હરકતો વિશે જાણવા મળ્યું છે, જે તે બાથરૂમની અંદર કરે છે. તમને જણાવી દઈએ કે આર્યન ખાનને આ આદત આજથી નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી છે, જેનો ખુલાસો થોડા સમય પહેલા થયો હતો. આર્યન ખાનની આ આદત વિશે વાત કરીએ તો તે બાથરૂમમાં રોજ એક કામ કરે છે. આર્યન ખાનને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે અને તે બાથરૂમમાં દરરોજ પુસ્તકો વાંચે છે.મીડિયા રિપોર્ટ અનુસાર ગૌરી ખાને આ વાત એક શો દરમિયાન જાહેર કરી હતી.
આર્યન ખાન ને નથી એક્ટિંગ માં રસ
તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન ના પુત્ર ને ફિલ્મો માં એક્ટિંગ કરવાનો કોઈ શોખ નથી. તે પડદા ની પાછળ રહી ને કામ કરવા માંગે છે. આર્યન ખાન નિર્દેશક બનવા માંગે છે. આ વાત નો ખુલાસો ખુદ શાહરુખ ખાને કર્યો હતો. જયારે કે શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન ફિલ્મ ‘ધ આર્ચીસ’ થી બોલિવૂડ માં ડેબ્યુ કરી રહી છે.
Join Our WhatsApp Community