News Continuous Bureau | Mumbai
શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાના પડદા પર લોકપ્રિય શો બની ગયો છે. આ શો છેલ્લા 15 વર્ષથી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. દર્શકોને શો તેમજ તેના પાત્રો ગમે છે. છેલ્લા કેટલાક સમયથી આ શોમાં ઘણા વિવાદો જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ અંજલિ ભાભી ની ભૂમિકા ભજવનાર નેહા એ કેટલાક અણબનાવ ને કારણે શો છોડી દીધો હતો. આ પછી શૈલેષ લોઢા એ પણ અચાનક શો છોડી દીધો હતો. હવે આ શોને લઈને એક નવો વિવાદ સામે આવી રહ્યો છે.
સામે આવ્યા ચોંકાવનારા સમાચાર
શૈલેષ લોઢા ના શો ‘તારક મહેતા માંથી બહાર થવા પર તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી. ક્યારેક એવું કહેવામાં આવતું હતું કે તેનો મેકર્સ સાથે ઝઘડો થયો હતો, તો ક્યારેક કહેવામાં આવ્યું હતું કે શૈલેષ લોઢાએ તેના નવા શોને કારણે ‘તારક મહેતા’ ને અલવિદા કહી દીધું છે, પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે નિર્માતાઓએ હજુ સુધી શૈલેષ લોઢા ને તેની બાકી રકમ ચૂકવી નથી, જ્યારે તેણે શો છોડ્યાને છ મહિના વીતી ગયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર શોની નજીકના એક સ્ત્રોતે કહ્યું, “આ પહેલીવાર નથી જ્યારે નિર્માતાઓએ કોઈને ચેક આપવામાં વિલંબ કર્યો હોય. અત્યાર સુધી, નેહા ને પણ 30-40 લાખ રૂપિયા આપવામાં આવ્યા નથી. ટપ્પુ ની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ ને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.”
શૈલેષ લોઢા એ છોડ્યો શો
જણાવી દઈએ કે શૈલેષ લોઢા તેના પૈસા મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ નિર્માતા અસિત મોદી તેના પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી.આ તમામ બાબતો પર શૈલેષ લોઢા તરફ થી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. શૈલેષ લોઢા એ એપ્રિલ 2022માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહી દીધું હતું.
Join Our WhatsApp Community