News Continuous Bureau | Mumbai
’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( TMKOC ) ફેમ ટપ્પુ ( tappu) એટલે કે રાજ અનડકટે ગઈ કાલે તેનો 26મો જન્મદિવસ ઉજવ્યો હતો. શોમાં રાજ ટપ્પુની ભૂમિકામાં જોવા મળ્યો હતો અને ( palak sidhwani ) પલક સિધવાની સોનુની ( sonu ) ભૂમિકા ભજવી રહી છે. શોમાં તેમની બોન્ડિંગ ઘણી સારી છે.પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રાજ અને પલક વાસ્તવિક જીવનમાં ( real life ) મિત્રો ( not friends ) નથી.
પલકે ઇન્ટરવ્યૂ માં કહી હતી આ વાત
એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, હું અને રાજ ખરેખર મિત્રો નથી. અમારી બંને પાસે માત્ર પ્રોફેશનલ બોન્ડ છે. સેટ પર લગભગ 80 લોકો છે અને એ જરૂરી નથી કે તમે બધા સાથે દોસ્ત હોવ. સ્ક્રીન પર જે દેખાય છે તે માત્ર વ્યાવસાયિક વર્તન છે.પલક સિધવાણીએ કહ્યું હતું કે, એવું છે કે જો તમે ઓફિસમાં કામ કરો છો તો તમે દરેકના બેસ્ટ ફ્રેન્ડ નથી કહેવાતા. આ જ કારણ છે કે હું અને રાજ સારા મિત્રો નથી. અમે એક વ્યાવસાયિક બોન્ડ શેર કરીએ છીએ. તે મારો વર્કિંગ પાર્ટનર છે.
આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભાની અનેક બેઠકો પર ‘મોદી લહેર’, કોને ક્યાંથી મળી જીત? જુઓ આખું લિસ્ટ અહીં…
રાજ અનડકટે ભવ્ય ગાંધી ને કર્યો હતો રિપ્લેસ
2017માં રાજે તારક મહેતા શોમાં એન્ટ્રી લીધી હતી. તેને ભવ્ય ગાંધીનું સ્થાન લીધું હતું. જો કે, થોડા દિવસો પહેલા જ, અભિનેતાએ એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે હવે શો છોડી રહ્યો છે અને હવે તે શોમાં જોવા મળશે નહીં.રાજ અનડકટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર રાજને 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. આ સિવાય યુટ્યુબ પર તેની પોતાની ચેનલ પણ છે.જો સમાચાર નું માણીયે તો રાજ ટૂંક સમય માં બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.
Join Our WhatsApp Community