News Continuous Bureau | Mumbai
દિગ્દર્શક લવ રંજન રોમેન્ટિક-કોમેડી ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. આ પહેલા તેમણે ‘દે દે પ્યાર દે’ , ‘સોનુ કે ટિટુ કી સ્વીટી’અને ‘પ્યાર કા પંચનામા’ જેવી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મમાં પહેલી વાર રણબીર સાથે કામ કરનાર લવે તેમની નવી ફિલ્મમાં પણ એક નવી વાર્તા આપી છે, જે પ્રેક્ષકો ને ખુબ પસંદ આવી રહી છે.
ફિલ્મે કરી આટલા કરોડ ની કમાણી
આ ફિલ્મનું બજેટ લગભગ 95 કરોડનું છે.ફિલ્મના પહેલા દિવસના કલેક્શન વિશે વાત કરીએ તો, પ્રારંભિક આંકડા અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે 14 કરોડનો ધંધો કર્યો છે. કિંમત અનુસાર ફિલ્મનો વ્યવસાય ખૂબ સારો છે. નોંધનીય છે કે વિવેચકોએ પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે, જેથી તેનું કલેક્શન આવતા સમયમાં જોઇ શકાશે. તમને જણાવી દઈએ કે પ્રથમ દિવસની શાનદાર કમાણી સાથે રણબીરની ટોચની ઓપનર ફિલ્મમાં, ‘તું જૂઠી મેં મક્કાર’ ચોથા પદ પર આવી છે. આ સૂચિ માં ‘બ્રહ્માસ્ત્ર’ ટોપ પર છે જે ગયા વર્ષે રજૂ થઇ હતી.
રણબીર કપૂર નું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રણબીર આ ફિલ્મ પછી તરત જ ‘એનિમલ’ માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પહેલા, તેણે કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં તેના સિવાય, રશ્મિકા મંડન્ના અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Join Our WhatsApp Community