છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં થયેલા ઘટાડાથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. હવે ડુંગળી બાદ રીંગણના પણ કડાકો જોવા મળ્યો છે જેને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકામાં રીંગણનો ભાવ 27 પૈસા પ્રતિ કિલો છે. તેથી ડુંગળી બાદ હવે ખેડૂતોને સાવ સસ્તા ભાવે રીંગણ વેચવાનો વારો આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન
બજારમાં રીંગણા નો શું ભાવ છે?
કોલ્હાપુર જિલ્લાનો શિરોલ તાલુકો રાજ્યમાં શાકભાજીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. પરંતુ અહીં રીંગણા વેચવા આવનાર ખેડૂતોને તેમના રીંગણનો સૌથી ઓછો ભાવ 27 પૈસા પ્રતિ કિલો આપવામાં આવ્યો છે. જોવાની વાત એ છે કે ખેડૂતોને પોતાની મહેનત નહીં પરંતુ ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ મળી રહ્યો નથી. બજારમાં ગ્રાહકો 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રીંગણ ખરીદી રહ્યા છે. પરંતુ ખેડૂતના હાથમાં માત્ર 27 પૈસા આવી રહ્યા છે. આ અત્યાર સુધીનો સૌથી ઓછો દર છે.
Join Our WhatsApp Community