અગાઉ વિભાગે અનુમાન લગાવ્યું હતું કે દુર્ઘટના સમયે 79 લોકો ફસાયા હતા. પરંતુ મલેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ બાદમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 100 લોકો ફસાયા હોવાનું માનવામાં આવે છે. દરમિયાન, વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે તેઓ પછીથી સ્થળની મુલાકાત લેશે અને તમામ સંબંધિત સરકારી સંસ્થાઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો: ભારત જોડો યાત્રાના 100 દિવસ, કોંગ્રેસને જોડવામાં કેટલા સફળ રહ્યા રાહુલ ગાંધી
અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
મલેશિયાની રાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર, હાલમાં K9 ટ્રેકર ડોગ યુનિટ, સેંટોસા, અમ્પાંગ, પાંડન, કોટા એન્ગ્રીક, કાજાંગની ડેન એન્ડાલસ ફાયર એન્ડ રેસ્ક્યુ સ્ટેશનથી ઇમરજન્સી મેડિકલ રેસ્ક્યુ સર્વિસ અને સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ અને રેસ્ક્યુ ટીમની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દેશના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશ હાલમાં પૂર્વોત્તર ચોમાસાની ઝપેટમાં છે. સેલંગોર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.