News Continuous Bureau | Mumbai
અમેરિકાએ ચીનના જાસૂસ બલૂનને તોડી પાડ્યા બાદ આ બલૂનના અવશેષોમાં ચીનના મોટા કાવતરાનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાએ કહ્યું છે કે આ ચીની જાસૂસી બલૂન કોમ્યુનિકેશન સિગ્નલ એકત્ર કરવામાં સક્ષમ છે. અમેરિકાએ દાવો કર્યો છે કે ચીને અમેરિકા જેવા 40 દેશોમાં આવા જાસૂસી બલૂન ( Chinese spy balloon ) લોન્ચ કર્યા છે. હવે બિડેન ( Biden ) પ્રશાસન તે 40 દેશોને સીધો સંપર્ક કરીને એલર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકાએ ચીનનો જાસૂસી બલૂનને તોડી પાડ્યું
અમેરિકાના મતે ચીનના જાસૂસી બલૂનમાં કોમ્યુનિકેશન સિગ્નલ એકત્ર કરવામાં સક્ષમ ટેક્નોલોજી હતી. અમેરિકાએ 5 ફેબ્રુઆરીએ આકાશમાં ઉડતા ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. અમેરિકાએ આ જાસૂસી બલૂનને ફાઈટર જેટની મદદથી શૂટ કર્યું હતું. ત્યારબાદ બુધવારે યુએસ નેવીને એટલાન્ટિક મહાસાગરમાં જાસૂસી બલૂનનો કાટમાળ મળ્યો હતો. આ અવશેષો પરથી અમેરિકા આ જાસૂસી બલૂન અંગે વધુ તપાસ કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ફટકો / PNB અને બેંક ઓફ બરોડાએ આપ્યો ઝાટકો, વિચારવા પર મજબૂર થઈ જશો તમે
વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ચીનના દક્ષિણ તટથી દૂર હૈનાન પ્રાંતમાં તાજેતરમાં જાસૂસી બલૂન સંચાલિત કરવાની ઘટના બની હતી. આ બલૂનથી જાપાન, ભારત,વિયતનામ, તાઇવાન અને ફિલિપીન્સ વગેરે દેશોની જાણકારી એકઠી થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત કેટલાક મહિનાઓમાં હવાઈ, ફ્લોરિડા, ટેક્સાસ અને ગુઆમમાં ઓછામાં ઓછા ચાર બલૂન દેખાયા હતા.
Join Our WhatsApp Community