યુએસ એડમિનિસ્ટ્રેશને એલોન મસ્કની મેડિકલ ડિવાઇસ કંપની ન્યુરાલિંક સામે પ્રાણી-કલ્યાણ કાયદાના સંભવિત ઉલ્લંઘન અંગે ફેડરલ તપાસ શરૂ કરી છે. ઇન્ફોર્મેશન પ્રમાણે કંપનીના એમ્પલોઇએ એનિમલ ટેસ્ટિંગ વિશે જાણ કરી હતી અને ફરિયાદ કરી હતી કે ન્યુરાલિંક પ્રાણીઓના પરીક્ષણોમાં ઉતાવળ કરી રહી છે, જેના કારણે પ્રાણીઓને બિનજરૂરી પીડા અને મૃત્યુ થાય છે.
ટ્વિટરના માલિક અને બિલિયનર બિઝનેસમેન એલોન મસ્ક મુશ્કેલીમાં ફસાયેલા છે. ટ્ટવિટર બાદ એલોન મસ્કની કંપની ન્યુરાલિંક સામે અમેરિકામાં તપાસ શરૂ થઇ છે, જેણે માનવ બ્રેનને ચીપ કર્યાનો દાવો કર્યો છે.
US પ્રશાસને એલોન મસ્કની મેડિકલ ડિવાઇસ કંપની ન્યુરાલિંક પર પ્રાણી-કલ્યાણ કાયદાના સંભવિત ઉલ્લંઘન અંગે ફેડરલ તપાસ શરૂ કરી છે. ઇન્ફોર્મેશન આપતા જણાવવામાં આવ્યું હતું કે કંપનીના પોતાના કર્મચારીઓએ પ્રાણીઓના પરીક્ષણો વિશે જાણ કરી હતી અને ફરિયાદ કરી હતી કે ન્યુરાલિંક પ્રાણીઓના પરીક્ષણોમાં ઉતાવળ કરી રહી છે, જેના કારણે પ્રાણીઓને બિનજરૂરી પીડા અને મૃત્યુ થાય છે.
આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ રમવા આવશે ભારત, ગૃહમંત્રાલયે આપ્યા વિઝાઃ રિપોર્ટ
ન્યુરાલિંક કોર્પ મગજ પ્રત્યારોપણ ડેવલપ રહી છે. કંપની આવનારા દિવસોમાં માનવ મગજમાં એક ચીપનું ટ્રાયલ કરવા જઇ રહી છે, જે લકવાવાળા લોકોને ફરીથી ચાલવામાં અને અન્ય ન્યુરોલોજીકલ રોગોની સારવાર કરવામાં મદદ કરશે. ન્યુરાલિંક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ ચીપ લગાવ્યા બાદ અનેક પ્રકારના દર્દીઓને મોટી સુવિધા મળશે. મગજમાં ચીપ લગાવવાની સાથે કરોડરજ્જુમાં પણ ચીપ લગાવી શકાય છે. આ માટે કંપનીએ પ્રાણીઓનું પરીક્ષણ કર્યું છે અને કેટલાક પ્રાણીઓમાં બ્રેઇન ચીપ્સ ઇમ્પ્લાન્ટ કરી છે.
આ બાબતની જાણકારી ધરાવતા બે સ્ત્રોતો અનુસાર, ફેડરલ પ્રોસિક્યુટરની વિનંતી પર US ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના ઇન્સ્પેક્ટર જનરલ દ્વારા તાજેતરના મહિનાઓમાં કંપની સામે ફેડરલ તપાસ શરૂ કરવામાં આવી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે કંપની સામેની તપાસ એનિમલ વેલ્ફેર એક્ટના ઉલ્લંઘન પર કેન્દ્રિત છે, જે સંશોધકો ચોક્કસ પ્રાણીઓની સારવાર અને પરીક્ષણ કેવી રીતે કરે છે તેનું નિયમન કરે છે. તેની પાસે તેના ડોક્યુમેન્ટ્સ પણ છે.
ફેડરલ તપાસ ન્યુરાલિંકના પ્રાણી પરીક્ષણ વિશે કર્મચારીઓમાં વધતા રોષ વચ્ચે આવે છે. કંપનીના પોતાના કર્મચારીઓએ ફરિયાદ કરી છે કે સીઇઓ એલોન મસ્ક તેમના પર વિકાસ અથવા પરીક્ષણને ઝડપી બનાવવા માટે સતત દબાણ કરી રહ્યા છે અને પરિણામે, ઘણા પ્રયોગો નિષ્ફળ ગયા છે. સ્ટાફ કહે છે કે આવા નિષ્ફળ પરીક્ષણોનું પુનરાવર્તન કરવું પડ્યું છે, જેના કારણે પ્રાણીઓને બિનજરૂરી તકલીફ પડી રહી છે અને પ્રાણીઓના મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો: ફિલ્મો જોવા બદલામાં ટીનેજર્સને જાહેરમાં મારી દીધી ગોળી… આ દેશે તાનાશાહીની હદો કરી નાખી પાર
અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કએ ભૂતકાળમાં કહ્યું હતું કે તેમની ન્યુરાલિંક કંપની ટૂંક સમયમાં જ મનુષ્યોમાં મગજ પ્રત્યારોપણની તપાસ કરવાની પરવાનગી માંગશે. મસ્કએ કહ્યું હતું કે તેમની ટીમ US રેગ્યુલેટર્સને ઉપકરણનું પરીક્ષણ કરવાની મંજૂરી આપવા વિનંતી કરશે. તેમણે કહ્યું કે તેમને લાગે છે કે કંપની લગભગ છ મહિનામાં પરીક્ષણ હેઠળ માનવ મગજમાં ઉપકરણને ઇમ્પ્લાન્ટ કરી શકશે
એલોન મસ્કના પ્રમાણે, US ઓફિસર્સઓ સાથેની ચર્ચા કંપની માટે ઘણી સારી રહી છે અને આગામી છ મહિનામાં પ્રથમ માનવ અજમાયશનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. મસ્કની ન્યુરાલિંક કંપની મગજના રોગોની સારવારમાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે મગજને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કામ કરતા કેટલાક જૂથોમાંની એક છે. મસ્કે અન્ય બે ઉત્પાદનો જાહેર કર્યા છે. નવા ઉપકરણને કરોડરજ્જુમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. કંપનીનું માનવું છે કે તે કોઇપણ લકવાગ્રસ્ત વ્યક્તિનું પુનર્વસન કરી શકે છે.
મસ્ક, ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ, જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે સંપૂર્ણ-શરીર કાર્યક્ષમતાને સક્ષમ કરવા માટે કોઇ શારીરિક મર્યાદાઓ નથી.” સંશોધકો માનવ દ્રષ્ટિ સુધારવા માટે મગજ-મશીન ઇન્ટરફેસ પર પણ કામ કરી રહ્યા છે. રાવે જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓએ રેટિના પ્રત્યારોપણ વિકસાવ્યું છે, પરંતુ મસ્કની જાહેરાત પરથી તે સ્પષ્ટ છે કે તેમની ટીમ મગજના વિઝ્યુઅલ કોર્ટેક્સને લક્ષ્યાંકિત કરતા સિગ્નલોનો ઉપયોગ કરશે.