Viral News: જ્યાં એક તરફ ઈલેક્ટ્રિક વ્હીકલ (electric vehicle) ને દુનિયાભરમાં પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. ત્યાં બીજી તરફ એક દેશ એવો પણ છે જ્યાં ઈલેક્ટ્રિક વાહનો પર પ્રતિબંધ (ban) લગાવવાની વાત થઈ રહી છે. તે દેશ સ્વિત્ઝર્લેન્ડ (Switzerland ) છે જે આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ હોઈ શકે છે.
હકીકતમાં, શિયાળામાં ઊર્જાની અછતને ટાળવા માટે, તે ઇલેક્ટ્રિક વાહનો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડમાં પડોશી દેશો ફ્રાન્સ અને જર્મનીમાંથી વીજળી પૂરી પાડવામાં આવે છે. આ વર્ષે, ફ્રાન્સ અને જર્મની પોતે ઊર્જાની અછતનો સામનો કરી રહ્યા છે, જેના કારણે સ્વિટ્ઝર્લેન્ડ ને કુદરતી ગેસના પુરવઠામાં સમસ્યા આવી શકે છે.
ફેબ્રુઆરીથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ હોવાથી યુરોપિયન દેશોમાં ગેસની અછતની શક્યતા વધી ગઈ છે. દાયકાઓમાં પ્રથમ વખત ફ્રાન્સને ઊર્જાની આયાત કરીને તેની જરૂરિયાતો પૂરી કરવી પડી છે.
સ્વિસ ફેડરલ ઇલેક્ટ્રિસિટી કમિશને આ વર્ષે જૂનમાં કહ્યું હતું કે શિયાળામાં સૌર ઊર્જાના સપ્લાયમાં સમસ્યા આવી શકે છે. ફ્રેન્ચ ન્યુક્લિયર પાવર જનરેશનમાંથી વીજળી ન મળવાને કારણે દેશમાં ઉર્જા સંકટનું જોખમ વધી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Electricity Bills : મહારાષ્ટ્રમાં આગામી ત્રણ મહિના સુધી લોકોના વીજ બિલ 10-20% વધુ આવશે. આ છે કારણ.
સ્વિટ્ઝર્લેન્ડની એજન્સી એલ્કૉમ અનુસાર, વીજળીના અભાવને કારણે સ્વિટ્ઝર્લેન્ડમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પર પ્રતિબંધ મૂકી શકાય છે. શહેરોમાં વીજળી બચાવવા માટે આ પગલું ભરી શકાય છે. એજન્સી ફક્ત આવશ્યક મુસાફરી માટે ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની મંજૂરી આપવાની યોજના ધરાવે છે.
સ્વિટ્ઝર્લૅન્ડની એનર્જી એજન્સીએ ઉર્જાનો ઉપયોગ ઘટાડવા માટે ચાર-પગલાની યોજના બનાવી છે. શિયાળામાં ઉર્જાની માંગ વધવાને કારણે સ્વિત્ઝર્લેન્ડની વીજળી એજન્સીએ આ પગલું ભરવું પડ્યું. યુરોપમાં શિયાળો ખૂબ જ ઠંડો હોય છે જેના કારણે ઊર્જાની માંગ વધે છે.
યુરોપિયન દેશોમાં ઊર્જાની સમસ્યા કેટલી ગંભીર બની છે તે આ ઉદાહરણ પરથી સરળતાથી સમજી શકાય છે.