News Continuous Bureau | Mumbai
મેલેરિયા ( disease ) સામાન્ય રીતે રક્ત પરીક્ષણ દ્વારા શોધી કાઢવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ ( Researchers ) એક ઉપકરણનો ઉપયોગ કરીને એક પદ્ધતિ ઘડી છે જે વ્યક્તિના કાન અથવા આંગળી પર પાંચ-થી-10 સેકન્ડ માટે મુકવામાં આવશે. જેથી એ વાતની ખબર પડી જશે કે જે તે વ્યક્તિને મેલેરિયા ( malaria ) છે કે કેમ. આ બિનહાનિકારક ઇન્ફ્રારેડ પ્રકાશના કિરણ ઇન્ફ્રારેડ હસ્તાક્ષર એકત્રિત કરશે જેને કમ્પ્યુટર અલ્ગોરિધમ ના માધ્યમ થી સમજી શકાશે.
આ ઉપકરણ નું પ્રોડક્શન વૈશ્વિક સ્તરે થયા પછી આખેઆખા ગામનું અથવા બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોનું એક સાથે મેલેરીયા ચેકઅપ થઈ શકશે. સૌથી મોટી વાત એ છે કે આ ઉપકરણ મોબાઇલ ફોનથી સંચાલિત છે અને ટેસ્ટ કર્યાના જૂજ સેકન્ડોમાં ખબર પડી જશે કે તે વ્યક્તિને મેલેરિયા છે કે કેમ.
આ સમાચાર પણ વાંચો: Inflation News : નવેમ્બરમાં ભારતનો છૂટક ફુગાવો ઘટીને 5.88 ટકા થયો.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ વર્ષ 2020માં અઢી કરોડ લોકોને મેલેરીયા રોગ થયો હતો જેમાંથી છ કરોડ લોકોના મૃત્યુ થયા હતા. ચોંકાવનારી વાત એ છે કે મૃત્યુ પામનાર 90% લોકો આફ્રિકાના અને તેમાં પણ નાના બાળકો છે.
આવનાર દિવસમાં આ ટેકનોલોજીને કારણે બીજા અનેક રોગો પણ શોધી શકાશે તેવી દિશા ખુલી છે. જોકે આ ટેકનોલોજી સામાન્ય માણસ સુધી પહોંચતા હજુ ઘણો સમય લાગી શકે તેમ છે.
Join Our WhatsApp Community