News Continuous Bureau | Mumbai
ભગવાનજીની પૂજા માટે બુધવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે એટલે બુધવારના રોજ ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો. તમારા જીવનમાં પડતી પૈસાની તકલીફ તેમજ બીજી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે તમે બુધવારે આ ઉપાયો કરો છો તો તમને અનેક બાબતમાં રાહત મળે છે અને સાથે તમારું જીવન પણ એકરસ જેવું ચાલે છે. તો જાણી લો તમે પણ બુધવારના દિવસે કરવામાં આવતા આ ઉપાયો વિશે..
બુધવારના દિવસે ભુલ્યા વગર મગનું દાન કરો. મગનું દાન બુધવારના દિવસે કરવાથી અનેક આર્થિક સંકડામણમાંથી રાહત થાય છે. મગનું દાન તમારે કોઇ પંડિત અથવા તો જરૂરિયાતમંદ લોકોને કરવાનું છે. પણ તમને એક વાત ખાસ જણાવી દઇએ કે રાહુકાળ દરમિયાન ક્યારે પણ મગનું દાન કરવું જોઇએ નહિં.
બુધવારને દિવસે સવા કિલો મગની દાળ લો અને એમાં ઘી અને ખાંડ ભેળવીને સવાર અને સાંજના સમયે એટલે કે દિવસમાં બે વાર ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે અને પૈસાની તકલીફ પણ દૂર થાય છે.
આ સમાચાર પણ વાંચો : ઘરને ખરાબ નજરથી બચાવવા Main Entrance પર લગાવો આ 5માંથી એક વસ્તુ
તમારા ઘરમાંથી બીમારીને દૂર કરવા માટે બુધવારના દિવસે કિન્નરોને દાન કરો. જ્યારે તમે કિન્નરોને દાન કરો ત્યારે તમારે લીલા રંગના કપડા પહેરીને જવાનું છે.
તમારું કામ અટવાઇ ગયુ છે અને તમને સફળતા નથી મળી રહી તો તમે બુધવારના દિવસે ભગવાન ગણેજીની પૂજા કરો. આ સાથે જ ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. જો તમે પાંચ બુધવાર સુધી આ ઉપાય કરો છો તો તમારું અટકેલું કામ પૂરું થઇ જાય છે અને તમને મોટી સફળતા મળે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર દરેક લોકોએ બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઇએ. બુધવારના દિવસે આ ઉપાય કરવાથી બુધ દોષની અશુભ અસર ઓછી થવા લાગે છે.
આ સમાચાર પણ વાંચો : તમારા ઘરમાં પણ છે આ તસવીર? તો જલદી બહાર કાઢો, નહિં તો આવી શકે છે મોટી મુશ્કેલી
Note:- અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી..