News Continuous Bureau | Mumbai
સામાન્ય રીતે ઘરમાંથી બહાર નિકળતી વખતે આપણાં હાથમાંથી અનેક વસ્તુઓ નીચે પડી જતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી હોય છે જે હાથમાંથી નીચે પડે તો એને અશુભ માનવામાં આવે છે. વાસ્તવમાં માણસનું કામ બગડવું, અસફળતા મળવી અથવા નુકસાન થવાના સંકેત મળે છે. તો જાણી લો તમે પણ એવી વસ્તુઓ વિશે જે તમારા હાથમાંથી છટકીને જમીન પર પડે છે તો શું થાય છે એનો મતલબ.
મીંઠુ
જો તમારા હાથમાંથી કિચન અથવા તો ખાવાના ટેબલ પર વારંવાર મીંઠુ ઢળે છે તો શુક્ર અને ચંદ્રમા નબળો પડવાનો સંકેત આપે છે. આ મેરિડ લોકોની જીંદગીમાં આગળ અનેક મુશ્કેલીઓ આવશે એ પ્રકારનો પણ સંકેત આપે છે.
પૂજાની થાળી
તમે એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે ક્યારે પણ પૂજાની થાળી આપણાં હાથમાંથી પડવી જોઇએ. જ્યારે પણ પૂજાની થાળી આપણાં હાથમાંથી પડે ત્યારે અનેક મુશ્કેલી આવવાનો એ સંકેતમરત આપે છે. પૂજાની થાળી પડવી એ તમને મોટી મુશ્કેલી માથે આવીને ઉભી રહે છે એ પ્રકારનો સંકેત આપે છે.
આ સમાચાર પણ વાંચો: સાત ઘોડાની ‘આવી’ તસવીર ક્યારે પણ ના લગાવો ઘરમાં, નહિં તો વધી શકે છે Negativity
તેલ
રસોડામાં રસોઇ બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તમારા હાથમાં ક્યારે પણ તેલ ઢળે નહિં. તેલનું ઢળવું અપશુકન ગણાય છે. આમ, જો તમારાથી ક્યારે પણ તેલ ઢળે છે તો એને ઝડપથી લૂંછી લો અને એ કપડુ બહાર ફેંકી દો.
દૂધ
તમારા હાથમાંથી દૂધમાંથી ગ્લાસ પડે છે અથવા તો દૂધ ઉભરાય છે તો અપશુકન થવાનો સંકેત મળે છે. દૂધનો સંબંધ ચંદ્રમા સાથે માનવામાં આવે છે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર દૂધનું ઢળવું જીવનમાં આર્થિક સંકટ આવવાનો સંકેત આપે છે.
આ સમાચાર પણ વાંચો: પહોળા કપાળને કારણે પરેશાન, આ હેરકટ અજમાવો, છુપાવવાની જરૂર નહીં પડે