ભારતના ઘણા પ્રાંતોમાં હજુ પણ કેટલાક એવા પ્રાણીઓ છે જે ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં તેમને જોઈને કુતુહલ પેદા થાય છે. દુર્લભ પ્રાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય વન અધિકારી પરવીન કાસવાને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બિલાડી પરિવારનું એક પ્રાણી જોવા મળી રહ્યું છે. આ પ્રાણી દેખાવમાં મોટી બિલાડી જેવું છે અને તેના કાન પોઇન્ટેડ છે. આ વિચિત્ર અને દુર્લભ પ્રાણીનું મોં કંઈક અંશે સિંહ જેવું છે પરંતુ તેનું શરીર અને હલનચલન કૂતરા જેવું છે. આ વીડિયો લદ્દાખમાં શૂટ કરવામાં આવ્યો છે. IFS પરવીન કાસવાને પણ લોકોને આ પ્રાણીના નામનું અનુમાન લગાવવા કહ્યું છે.
A beautiful and rare animal found in India. In Ladakh region. Not many have heard about it. Guess what. Via @fatima_sherine. pic.twitter.com/dCqnawVsrs
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 28, 2023
IFS અધિકારીએ આ પ્રાણીનો વીડિયો ટ્વીટ કરીને કહ્યું, “ભારતમાં જોવા મળેલું એક સુંદર અને દુર્લભ પ્રાણી. લદ્દાખમાં. ઘણા લોકો તેના વિશે જાણતા નથી. શું તમે જણાવી શકશો તેનું નામ? IFS અધિકારી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આ ભૂરા રંગનું પ્રાણી આસપાસ ફરતું જોવા મળે છે અને આસપાસના ઘણા કૂતરા તેના પર ભસતા જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : OnePlus લાવ્યું બજેટ ઈયરબડ, બેટરી 39 કલાક ચાલશે અને કિંમત તમને ખુશ કરશે.
વીડિયોના અંતમાં તે બેસે છે પરંતુ તેમ છતાં કૂતરાઓ તેના પર ભસતા રહે છે. આ વિડીયો જોઈને કેટલાક યૂઝર્સે આ પ્રાણીને પૂમા જણાવ્યું, તો કોઈએ પહાડોનો સિંહ જણાવી દીધો. જોકે, કેટલાક સાચો જવાબ આપવામાં પણ સફળ રહ્યા.
It’s a Himalayan Lynx. One of the wild cat species found in India. A beautiful and rare creature. Found in Leh-Ladakh. Other found in this zone are Snow leopard and Pallas cat. Pic Wikipedia.
Now can you tell me what are the other creatures in video and what are they doing. pic.twitter.com/UgQAbrZpzY
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) March 1, 2023
અન્ય ટ્વિટમાં, IFS અધિકારીએ વિકિપીડિયાના એક ફોટો સાથે ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે “આ હિમાલયન લિંક્સ છે. ભારતમાં જોવા મળતી જંગલી બિલાડીની પ્રજાતિઓમાંની એક. એક સુંદર અને દુર્લભ પ્રાણી. લેહ-લદ્દાખમાં જોવા મળે છે. આ વિસ્તારમાં સ્નો લેપર્ડ અને પલ્લાસ બિલાડી પણ જોવા મળે છે. તસવીર- વિકિપીડિયા. હવે તમે મને કહો કે વિડિયોમાં અન્ય કયા જીવો છે અને તેઓ શું કરી રહ્યા છે.
મહત્વનું છે કે, વિશ્વભરમાં થોડા બિલાડી અને વરુ જેવા દેખાતા આ ‘હિમાલિયન લિંક્સ‘ની સંખ્યા 50થી પણ ઓછી છે. તે ઘણા જ દુર્લભ છે. તેનું વજન 150 કિલોગ્રામ સુધી હોય છે અને તે હરણ અને બકરી વગેરેનો શિકાર કરે છે.
આ સમાચાર પણ વાંચો : Suzuki Jimnyની હેરિટેજ એડિશનથી હટ્યો પડદો, જાણો આ લિમિટેડ એડિશનની ખાસિયતો
Join Our WhatsApp Community