News Continuous Bureau | Mumbai
જંગલ સફારી દરમિયાન દરેક લોકો જંગલી પ્રાણીને જોઈ ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે જંગલમાં સફારી કરવા ગયાં હોય અને અચાનક વાઘ જોવા મળે તો તમે કેવું અનુભવશો? ઈન્ટરનેટ પર કોઈને કોઈ આવા વીડિયો શેર કરતા રહે છે, જેને જોઈને લોકોની આંખો ખુલી જ રહી જાય છે.
હાલમાં પન્ના ટાઈગર રિઝર્વમાં ( Panna Tiger Reserve ) વાઘણ ( Tigress ) સાથે ચાર બચ્ચાનો ( cubs ) વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પ્રવાસીઓએ ખૂબ જ નજીકથી બનાવ્યો છે. મધ્યપ્રદેશનું પન્ના ટાઈગર રિઝર્વ વાઘને લઈને હંમેશા વિવાદોમાં રહે છે, પરંતુ જંગલમાં પ્રવાસીઓ દ્વારા બનાવવામાં આવેલો એક સારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વાઘણ તેના ચાર બચ્ચા સાથે પ્રવાસીઓ વચ્ચે જોવા મળે છે.
और जब बाघिन अपने चार शावकों के साथ इतने क़रीब आ जाये. ये खूबसूरत चौंकाने वाला वीडियो पन्ना नेशनल पार्क का है @ABPNews @vdsharmabjp @MPTourism #Tiger pic.twitter.com/9XgaQjJKPi
— Brajesh Rajput (@brajeshabpnews) February 10, 2023
આ સમાચાર પણ વાંચો : આવો જુગાડ? આ ભાઈએ ગાડીને ‘બસ’ સમજી ખડકી દીધા 10-12 નહીં પણ 39 મુસાફરો, જોઇને પોલીસ પણ ગોથા ખાઈ ગઈ.. જુઓ વીડિયો
પન્ના ટાઈગર રિઝર્વમાં જુડી નાલા અને પુલિયાની બંને બાજુ પ્રવાસીઓના વાહનો છે અને મધ્યમાં એક વાઘણ અને તેના ચાર બચ્ચા ફરી રહ્યા છે. પ્રવાસીઓ દ્વારા બનાવવામાં આવેલો વિડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. માત્ર વન્યજીવ પ્રેમીઓ જ નહીં, દરેકને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. આ વાયરલ વીડિયોની ચર્ચા સર્વત્ર થઈ રહી છે.
Join Our WhatsApp Community