પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
બેટા! સતત આ મહામંત્રનો જ૫ કરજે, મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય. શબ્દસંબંધ પહેલાં થાય છે. તે વિના
બ્રહ્મ સાથે સંબંધ થતો નથી. તે પછી પ્રત્યક્ષ સંબંધ થાય છે.
રોજ એવી ભાવના રાખવી કે શ્રીકૃષ્ણ મારી સાથે છે. શ્રીકૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે. તારું કલ્યાણ થશે. ખાવા બેસો ત્યારે
એવી ભાવના કરો કે કનૈયો જમવા બેઠો છે, સૂઓ ત્યારે પ્રભુ સાથે સૂતા છે, એવી ભાવના કરો. યોગસિદ્ધિ થાય નહિ, ત્યાં સુધી
ભાવના કર્યા કરો.
બેટા! તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. શ્રીકૃષ્ણનું બાલસ્વરૂપ અતિ મનોહર છે. બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે.
ગુરુદેવે તેથી બાલ-ઉપાસનાની, બાલસ્વરુપનું ધ્યાન કરવાની આજ્ઞા કરી. ભાવનાથી બાલસ્વરૂપનું ધ્યાન કરો.
મારા ગુરુજી મને છોડીને ગયા. મને ઘણું દુઃખ થયું. દુર્જન જ્યારે મળે છે ત્યારે દુઃખ આપે છે. સંત જ્યારે છોડીને જાય છે
ત્યારે દુઃખ આપે છે. પૂર્વ જન્મના ગુરુદેવનું નામ લેતાં નારદજી રડી પડયા.
સાચા સદ્ગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. મેં નિશ્ચય કર્યો અને જપ શરુ કર્યા. હું સતત જપ કરતો હતો. જપ કર્યા સિવાય
મને ચેન પડે નહિ. હાલતાં-ચાલતાં અને સ્વપ્નમાં પણ જ૫ કરું. પથારીમાં રાત્રે સૂતા પહેલાં પ્રેમથી જ૫ કરો.
જપની ધાર ન તૂટે. એક વર્ષ સુધી વાણીથી જપ કરવા. ત્રણ વર્ષ કંઠથી જપ કરવા. ત્રણ વર્ષ પછીથી મનથી જપ થાય
છે. એ પછી અજપા જપ થાય છે.
બત્રીસ અક્ષરનો મંત્ર:- હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે.
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
માને આ ગમતું ન હતું. તેમ છતાં મેં બાર વર્ષ સુધી બત્રીસ અક્ષરના મહામંત્રના જપ કર્યા, મનુષ્ય જપ કરે છે, પણ
છળકપટ પણ ખૂબ કરે છે. તેથી તેના પુણ્યનો નાશ થાય છે. માની બુદ્ધિ ભગવાન ફેરવશે એમ માની મેં કદી સામો જવાબ આપ્યો
નહીં. મેં મારી માનો કોઈ દિવસ અનાદર કર્યો નહીં.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૭
એકદા નિર્ગતાં ગેહાદ્દુહન્તીં નિશિ ગાં પથિ ।
સર્પોऽદશત્પદા સ્પૃષ્ટ: કૃપણાં કાલચોદિત: ।।
તે પછી એક દિવસ માતા ગૌશાળામાં ગઈ, ત્યાં તેને સર્પદંશ થયો. સૂતજી સાવધાન કરે છે:-સર્પ અપરાધીને કરડે છે.
માએ શરીરનો ત્યાગ કર્યો. પ્રભુએ કૃપા કરી, અનુગ્રહં મન્યમાન મેં માન્યુ મારા ભગવાનનો, મારા ઉપર અનુગ્રહ થયો.
માતાજીના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. મને આનંદ થયો કે માતાના ઋણમાંથી હું મુક્ત બન્યો. ઘરમા જે કાંઇ હતું તે સર્વ માં ની
પાછળ મેં વાપરી નાખ્યું. મને પ્રભુમાં શ્રદ્ધા હતી તેથી મેં કંઈ સંઘર્યું નહિ. જન્મ થતાં પહેલાં જ માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર
દયાળુ ભગવાન, મારા પોષણની વ્યવસ્થા શું નહિ કરે? પરમાત્મા વિશ્વંભર છે. હું મારા ભગવાનનો છું તો ભગવાન શું મારું
પોષણ નહિ કરે? મેં કાંઇ લીધું નહિ, પહેરેલે કપડે મેં ઘરનો ત્યાગ કર્યો.
જેનું જીવન કેવળ ઇશ્વર માટે છે, તે કદાપિ સંગ્રહ ન કરે. ભગવાન નાસ્તિકનું પણ પોષણ કરે છે. નાસ્તિક કહે છે, હું
ઈશ્વરમાં માનતો નથી. પરંતુ મારા પરમાત્મા કહે છે, બેટા તું મને માનતો નથી, પણ હું તને માનું છું તેનું શું? જીવ ભલે અજ્ઞાનમાં
ગમે તેમ બોલે, પણ ઠાકોરજી કહે છે, તુ મારો અંશ છે. એ તો ઠાકોરજીની કૃપા છે, એટલે લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા ન હોય
તો લાખની રાખ થતાં વાર લાગશે નહિ. આ સંસાર ઠાકોરજીની આંગળીનાં ટેરવા ઉપર છે. ઠાકોરજીના આધારે છે, એટલે સુખી છે.
ફટકા પડે, શનિ મહારાજની પનોતી બેસે, એટલે ઘણાં ભગવાનને માનવા લાગે છે. હનુમાનજીને તેલ, સિંદૂર ચડાવવા માંડે છે.
પરંતુ ફટકો પડતા પહેલાં સાવધ થાય તે ડાહ્યા.
જે ઇશ્વરનો કાયદો પાળતો નથી, ધર્મને જે માનતો નથી, તેવા નાસ્તિકનું પોષણ પણ પરમાત્મા કરે છે, તો મારું
પોષણ કનૈયો શું નહિ કરે? મેં ભીખ માંગી નથી. પરંતુ મારા પ્રભુની કૃપાથી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી, મેં કોઈ વસ્તુનો
સંગ્રહ કર્યો નથી, તેથી પણ મારા ભગવાને કોઇ દિવસ ભૂખ્યો રાખ્યો નથી.
ભાગવત સ્મરણ કરતો હું ફરતો હતો. બાર વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. તે પછી ફરતો ફરતો ગંગા નદીના
કિનારે આવ્યો. ગંગાસ્નાન કર્યું. તે પછી એક પીપળાના ઝાડ નીચે બેસી હું જપ કરતો હતો. જપ ધ્યાન સાથે કરતો હતો. ગુરુદેવે
આજ્ઞા કરી હતી કે ખૂબ જપ કરજે, મેં જપ ન છોડયા. પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડશો નહિ. ગંગા કિનારે બાર વર્ષ રહ્યો.
ચોવીશ વર્ષથી ભાવના કરતો હતો કે કનૈયો મારી સાથે છે. મારા પૂર્વ જન્મનાં પાપ ઘણા હશે તેથી પ્રભુનાં દર્શન થતાં નથી. છતાં
શ્રદ્ધા હતી કે એક દિવસ તે મને દર્શન આપશે.