शनै र्वृद्धिं गतो वृद्धो बुद्ध: त्यक्त्वा समं भव। स्नानं गङ्गातटे गेहे शुद्धो भवात्मना पण:।।
ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા: સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે, છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા…
(Gautam Buddha Quotes) તમે ગમે તેવા દાન ધર્મ કે પુણ્ય કરો પરંતુ જ્યાં સુધી હૃદયમાંથી છળ, કપટ, મેલ, લાલચ, ઈર્ષા,દ્વેષ કહેવાનો ભાવાર્થ કે ‘મુખ મે રામ ઔર બગલ મે છૂરી ‘ જ્યાં સુધી હશે ત્યાં સુધી કોઈપણ કાર્યો સફળ નહીં ગણાય અને તમારો પુણ્યનો ભંડાર ખાલી જ રહેશે ને પછી વિચાર આવે કે ‘મેં તો ક્યારેય કોઈનું ખોટું કર્યું જ નથી તો પછી બધી જ ઝંઝટો મારા જ જીવનમાં કેમ! ‘દરેક મનુષ્યને જે જીવન મળ્યું છે ક્યારેક તો પ્રાણ જવા ના જ છે તો આ માયાજાળમાં ફસાવવાની બદલે એવું જીવન જરૂરી છે જેમાં આપણને જોઈને પણ કોઈ કહી જાય કે ‘વાહ! ખરેખર માણસ જોરદાર હતો.’ વૃદ્ધ થતા જ સંસારની મોહમાયાથી પરે હરી ભક્તિ ને વળગી રહી ઓટલે બેસી નિંદાકૂટલીનો ત્યાગ કરો. ત્યારે જ આ સંસારરૂપી સાગરમાં વૃદ્ધ ની સાથે બુદ્ધની પ્રાપ્તિ અવશ્ય થશે. ગમે તેટલી જાત્રાઓ કે ગંગામાં સ્થાન કરવાથી પાપો માંથી મુક્તિ નથી મળતી ફક્ત પાપોનું ભારણ ઓછું થાય છે મનુષ્ય તેમાંથી મુક્ત ક્યારેય થતો નથી જ્યાં સુધી મનનું શુદ્ધિકરણ ના થાય