News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી કાજોલ ( Kajol ) અને કરણ જોહર ની ( Karan Johar ) મિત્રતા કોઈનાથી છુપી નથી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે પણ કરણ અને કાજોલ કોઈ ફિલ્મ માટે સાથે ( reunites ) આવ્યા છે ત્યારે તેમની જોડીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. હવે ટૂંક સમયમાં ફરી એકવાર આ જોડી સાથે ધમાલ મચાવશે. વાસ્તવમાં, સમાચાર આવી રહ્યા છે કે કાજોલ સૈફ અલી ખાન ના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનની ( Ibrahim Ali Khan) ડેબ્યૂ ફિલ્મનો ( debut ) ભાગ બનવા જઈ રહી છે, જેને કરણ જોહર પ્રોડ્યુસ ( Dharma Productions ) કરવા જઈ રહ્યો છે. તો આવી સ્થિતિમાં કાજોલ અને કરણ ફરી એકવાર સાથે આવી રહ્યા છે.
12 વર્ષ પછી સાથે કામ કરશે કરણ જોહર અને કાજોલ
રિપોર્ટ્સ અનુસાર, કાજોલે ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ માટે કરણ જોહરની ( Karan Johar ) પ્રોડક્શન કંપની ધર્મા પ્રોડક્શન્સ ( Dharma Productions ) સાથે હાથ મિલાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ઈબ્રાહિમની ( Ibrahim Ali Khan ) સાથે કાજોલ ( Kajol ) પણ લીડ રોલમાં હશે. તમને જણાવી દઈએ કે કાજોલ લગભગ 12 વર્ષ પછી કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં વાપસી કરી રહી છે. અભિનેત્રી અને કરણ જોહર છેલ્લે ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: સિતાંશુ કોટક બાંગ્લાદેશ પ્રવાસ પર ભારત A ના કોચ બનશે
આ રીતે આવી હતી બંને ની મિત્રતા માં દરાર
કાજોલ અને કરણ બાળપણના મિત્રો છે, પરંતુ થોડા વર્ષો પહેલા બંને વચ્ચે અણબનાવના સમાચાર સાંભળવા મળ્યા હતા. કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને અજય દેવગનની ફિલ્મ ‘શિવાય’ની બોક્સ ઓફિસની ટક્કર તેમની મિત્રતામાં તિરાડ પડવાનું કારણ કહેવામાં આવી રહ્યું હતું. જો કે, બાદમાં ખબર આવી હતી કે બંને વચ્ચે બધુ બરાબર છે અને બંને ફરી એકવાર સાથે કામ કરતા જોવા મળશે.
ઇબ્રાહિમ અલી ખાન ની ડેબ્યુ માં કામ કરશે કાજોલ
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કરણ જોહરની ફિલ્મમાં કાજોલની ભૂમિકા ભાવનાત્મક રીતે મજબૂત હશે અને તે ઈબ્રાહિમ અલી ખાન સાથે વધુ સ્ક્રીન ટાઈમ શેર કરશે. ઈબ્રાહીમ અલી ખાને ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે અને કાજોલ જેવી વરિષ્ઠ અભિનેત્રી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની બાકીની કાસ્ટિંગ મુંબઈમાં ચાલી રહી છે. જોકે, કાજોલ અને કરણ જોહર તરફથી આ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કાજોલે ઈબ્રાહિમ અલી ખાનના પિતા સૈફ અલી ખાન સાથે પણ કામ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: Protest against FSSAI: એશિયાના સૌથી મોટા બજાર ગ્રોમા માર્કેટે, ખાદ્ય વિક્રેતા સંગઠનો દ્વારા FSSAI સામેના અભિયાનને સમર્થન આપ્યું.
Join Our WhatsApp Community