News Continuous Bureau | Mumbai
જાદુઈ શો જોવાનું કોને ન ગમે? બાળકો હોય કે વૃદ્ધ, દરેકને તેને જોવામાં રસ હોય છે. એવું કહેવું ખોટું નહીં હોય કે મોટાઓ પણ આ રમત જોવા માટે બાળકો બની જાય છે. તમે જોયું જ હશે કે જો કોઈ જાદુ બતાવતો વ્યક્તિ રસ્તાના કિનારે જોવા મળે તો તેને જોવા માટે લોકોની ભીડ કેવી રીતે એકઠી થઈ જાય છે. ખરેખર, આ જાદુ જેવી કોઈ વસ્તુ નથી. તે માત્ર હાથની સફાઈ છે. તેઓ નાની-નાની વસ્તુઓને તેમની નજર સામે અચાનક ગાયબ કરી દે છે. મજાની વાત એ છે કે આજુબાજુ બેઠેલા લોકોને તેની ખબર પણ પડતી નથી.
The best vanishing trick I’ve seen! 😀😜 #Children #magic pic.twitter.com/ra3cSNYKj9
— Ananth Rupanagudi (@Ananth_IRAS) February 24, 2023
હાલમાં, એક ભાઈ બહેનનો જાદુઈ ટ્રીક બતાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનકડી બાળકી તેના ભાઈને ગાયબ જાદુથી ગાયબ કરવાની તરકીબ બતાવે છે પણ તેમાં તે નિષ્ફળ જાય છે.. પછી તે તેના ભાઈને કિક મારીને દીવાલ પાછળ ધકેલે છે. બાળકોના આ મસ્તીભર્યા અંદાજમાં જાદુની ટ્રીક જોઈને યુઝર્સને ખુબ જ મજા આવી રહી છે. તેમના આ વીડિયોને જોઈને યુઝર્સ તેમના બચપનની યાદ આવી જાય છે.
આ સમાચાર પણ વાંચો : “નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ”, બિહારમાં બોલ્યા અમિત શાહ
Join Our WhatsApp Community