Wednesday, June 7, 2023

હવાઈ યાત્રી કૃપયા ધ્યાન દે.. મુસાફરોને હવે ફ્લાઇટના સમયથી આટલા કલાક પહેલા મુંબઈ એરપોર્ટ પર પહોંચવું પડશે.. એરપોર્ટ ઓથોરિટીએ જારી કરી એડવાઇઝરી… 

મુંબઈ એરપોર્ટ ઓથોરિટીએ પેસેન્જરો માટે મહત્વની એડવાઈઝરી જારી કરી છે. એરપોર્ટ પર ભારે ભીડને ધ્યાનમાં રાખીને પરિવહન મંત્રાલયે નવી એડવાઈઝરી જારી કરી છે. જેમાં હવે એરપોર્ટ પહોંચવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. એટલે કે હવે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં પ્રવાસ કરતા મુસાફરોએ ફ્લાઈટ પકડવા માટે સાડા ત્રણ કલાક વહેલા એરપોર્ટ પહોંચવું પડશે. તેમજ ડોમેસ્ટિક ફ્લાઇટ માટે મુસાફરોએ અઢી કલાક પહેલા એરપોર્ટ પહોંચી જવું પડશે.

by AdminK
Mumbai airports advisory to passengers Arrive at least hrs early

આંતરરાષ્ટ્રીય મુસાફરીના કિસ્સામાં ઓછામાં ઓછા સાડા ત્રણ કલાક અગાઉ એરપોર્ટ પહોંચવું પડે છે અને ડોમેસ્ટિક ટ્રાવેલના કિસ્સામાં ઓછામાં ઓછા અઢી કલાક પહેલાં પહોંચવું પડે છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે હવાઈ મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને આ સંબંધમાં સૂચનાઓ જારી કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યએ એરપોર્ટ પર ભીડ અને હવાઈ ટ્રાફિકની ભીડની સમીક્ષા કરી હતી. જે બાદ આ અંગે સૂચના જારી કરવામાં આવી છે.

મુંબઈ એરપોર્ટ ઓથોરિટીએ પેસેન્જરો માટે મહત્વની એડવાઈઝરી જારી કરી છે. એરપોર્ટ પર ભારે ભીડને ધ્યાનમાં રાખીને પરિવહન મંત્રાલયે નવી એડવાઈઝરી જારી કરી છે. જેમાં હવે એરપોર્ટ પહોંચવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. એટલે કે હવે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં પ્રવાસ કરતા મુસાફરોએ ફ્લાઈટ પકડવા માટે સાડા ત્રણ કલાક વહેલા એરપોર્ટ પહોંચવું પડશે. તેમજ ડોમેસ્ટિક ફ્લાઇટ માટે મુસાફરોએ અઢી કલાક પહેલા એરપોર્ટ પહોંચી જવું પડશે.

આ સમાચાર પણ વાંચો: ગાયત્રી મંત્રઃ આ મંત્રમાં રહે છે 24 શક્તિઓ, જો યોગ્ય રીતે જાપ કરશો તો મળશે અપાર ધન અને સફળતા!

1 ડિસેમ્બર, 2022 ના રોજ, મુંબઈ એરપોર્ટ પર કમ્પ્યુટર સિસ્ટમમાં અચાનક નિષ્ફળતાને કારણે મુસાફરોને અસુવિધા થઈ અને ફ્લાઈટના ટેક-ઓફ, ચેક-ઈનના સમયપત્રકને અસર થઈ. આથી એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોને આ મહત્વની સલાહ આપી છે.

શું કહ્યું મુંબઈ એરપોર્ટ ઓથોરિટીએ

“નવેમ્બર-ડિસેમ્બર મહિનાની શરૂઆતથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને આગામી સપ્તાહોમાં આ સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે. અમે અમારા તમામ મુસાફરોને વિનંતી કરીએ છીએ કે તેઓ એરપોર્ટ પરથી મુસાફરી માટે વધારાનો સમય આપે. આ વાતનો ખુલાસો એરપોર્ટ ઓથોરિટીએ કર્યો છે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous