ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જૂન 2021
શનિવાર
ટીવી પર લોકોએ કેવી રીતે ગુના કર્યા એ બતાવનારી બે અભિનેત્રીઓ આજે પોતે જ કોઈ ગુનામાં સામેલ થઈ ગઈ છે.‘ક્રાઇમ પેટ્રોલ’ અને ‘સાવધાન ઇન્ડિયા’ જેવા જાણીતા ટીવી શોમાં કામ કરનારી બે અભિનેત્રીઓની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. કોરોના સમયગાળા દરમિયાન લૉકડાઉનને પગલે સિરિયલ બંધ થવાને કારણે બંને અભિનેત્રીને પૈસાની અછત સર્જાઈ હતી. તેમનો એક મિત્ર આરે કૉલોનીમાં પેઇંગ ગેસ્ટ ચલાવે છે. બંને અભિનેત્રીઓ થોડા દિવસ પહેલાં ત્યાં રહેવા માટે ગઈ હતી.
ગત 18 મેના રોજ, બંને અભિનેત્રીઓ તેમના મિત્ર સાથે રહેવા માટે આરેમાં રૉયલ પામ અપાર્ટમેન્ટમાં ગઈ, જે પેઇંગ ગેસ્ટ ચલાવે છે. જોકે ત્યાં પહેલેથી જ કોઈ રહેતું હતું. આ બંને અભિનેત્રીઓ લૉકરમાં રહેલા 3 લાખ 28 હજાર રૂપિયા લઈને રફુચક્કર થઈ ગઈ. જોકે તેઓને ખ્યાલ ન હતો કે તેમની ચોરી સોસાયટીમાં રહેલા CCTV કૅમેરામાં કેદ થઈ છે.
અરે બાપ રે! બબિતાજી ચંપકચાચાની પાછળ ચંપલ લઈને દોડ્યાં; પછી શું થયું તારક મહેતામાં
ફરિયાદીએ તેના પૈસા ચોરાયા બાદ આરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં બંને યુવતીઓ પર શંકા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં બંને અભિનેત્રીઓ નોટોના બંડલ બહાર લઈ જતી જોવા મળી હતી. પરિણામે, તેમની પાસે પોતાનો દોષ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સઘન તપાસ બાદ બંનેએ ગુનો કબૂલ્યો હતો.
આરે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, પોલીસે તેમની પાસેથી ચોરી કરેલા 50 હજાર રૂપિયા કબજે કર્યા છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે બંને અભિનેત્રીને 23 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે.
શું મુંબઈ મહાનગરપાલિકા રાજ્ય સરકાર કરતાં ઉપર છે? ગાઇડલાઇન પ્રમાણે નિર્ણય લેવામાં આવતા નથી
આપને જણાવી દઈએ કે આ બંને સંઘર્ષકર્તા તરીકે મુંબઈ આવી હતી અને બૉલિવુડમાં પોતાનું નામ કમાવવા માગતી હતી. તેમણે ‘ક્રાઇમ પેટ્રોલ’, ‘સાવધાન ઇન્ડિયા’ જેવી શ્રેણીમાં અને કેટલીક વેબ-સિરીઝમાં પણ અભિનય કર્યો છે, પરંતુ હવે તે બન્ને જેલમાં છે.