News Continuous Bureau | Mumbai
મુંબઈગરા પહેલાથી 15 ટકા પાણીકાપ નો સામનો કરી રહ્યા છે. તેમાં આવતા અઠવાડિયા દક્ષિણ મુંબઈના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી મળવાનું છે. તેથી ભરઉનાળામાં નાગરિકોની હાલાકીમાં વધારો થવાનો છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્રારા લોઅર પરેલ ખાતે સેનાપતિ બાપટ માર્ગ પર ગાવડે ચોક ખાતે 1450 મીલીમીટર વ્યાસના તાનસા પૂર્વ અને પશ્ચિમ મુખ્ય પાઈપલાઈનના લીકેજને સુધારવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે.
આ કામ સોમવાર 14મી માર્ચ 2022ના રોજ સવારે 8.00 કલાકે શરૂ થશે અને મંગળવાર 15મી માર્ચ 2022ના રોજ બપોરે 2.00 કલાકે પૂર્ણ થવાની ધારણા છે. તેથી, આ સમયગાળા દરમિયાન, વરલી, પ્રભાદેવી, દાદર, માહિમ અને ધારાવીના જી-દક્ષિણ અને જી-ઉત્તર વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. તો વરલીના કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણે પાણી મળશે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો… મુંબઈમાં વૃક્ષોની છંટણી પાછળ જ મનપા ખર્ચશે આટલા કરોડ રૂપિયા… જાણો વિગતે
સંબંધિત વિસ્તારના નાગરિકોએ આ સમયગાળા દરમિયાન પાણી કાપના આગલા દિવસે જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવાની પાલિકાએ અપીલ કરી છે. તેમ જ પાણી સંભાળીને વાપરવાની વિનંતી પણ કરવામાં આવી છે.
જી-દક્ષિણ વોર્ડના ડિલાઈ રોડ, બી. ડી. ડી ચાલ, સંપૂર્ણ પ્રભાદેવી પરિસર, જનતા વસાહત, સંપૂર્ણ લોઅર પરેલ વિભાગ, પાંડુરંગ બુધકર માર્ગ, સેનાપતિ બાપટ માર્ગ, ગણપતરાવ કદમ માર્ગ, નં. એમ. જોષી માર્ગ, વીર સાવરકર માર્ગ, એસ. એસ. અમૃતવાર માર્ગ ના સોમવાર, 14 માર્ચ, 2022 પાણી પુરવઠો થશે નહીં.
જી-ઉત્તર વોર્ડમાં સંપૂર્ણ પ્રભાદેવી કોમ્પ્લેક્સ, સેનાપતિ બાપટ માર્ગ, વીર સાવરકર માર્ગ, ગોખલે માર્ગ, એલ. જે. માર્ગ, સયાણી માર્ગ, ભવાની શંકર માર્ગ, સેનાભવન સંકુલ, મોરી માર્ગ, ટી. એચ. કટારિયા માર્ગ, કાપડ બજાર, માહિમ (પશ્ચિમ) , માટુંગા (પશ્ચિમ), દાદર (પશ્ચિમ)માં સોમવાર, 14 માર્ચ, 2022 સાંજે 4.00 થી 7.00 અને સાંજે 7.00 થી 10.00 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે.
મંગળવારે જી-સાઉથ વોર્ડમાં વરલી – લોઅર પરેલ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. જેમાં એન. એમ. જોશી માર્ગ, ડિલાઈ રોડ BDD, સખારામ બાલા પવાર માર્ગ, મહાદેવ પાલવ માર્ગ વિસ્તારમાં 15મી માર્ચ 2022 મંગળવાર સવારે 4.30 થી 7.45 સુધી દિલાઈ રોડ નિયમિત સમયે થતો પાણી પુરવઠો બંધ રહેશે.
જી- દક્ષિણ વોર્ડમાં ધોબીઘાટ, સાત રસ્તા વિસ્તારમાં મંગળવાર, 15 માર્ચ, 2022 સવારે 4.00 થી 7.00 સુધી નિયમિત સમયમાં પાણી પુરવઠા થશે, પરંતુ ઓછા દબાણથી થશે.