News Continuous Bureau | Mumbai
રાજ્ય સરકાર દ્વારા માતૃભાષામાં ઉચ્ચ અભ્યાસક્રમ ઉપલબ્ધ બને તેટલા માટે એક નિષ્ણાત કમિટીની રચના કરવામાં આવી છે ત્યારે આગામી જૂન મહિનાથી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી એમબીબીએસના પ્રથમ વર્ષનું શિક્ષણ ગુજરાતીમાં મેળવી શકાશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે આ સાથે વિવિધ ટેક્નિકલ,તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો પણ ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવા માટે નિષ્ણાતોની સમિતિ બનાવવામાં આવી છે.
ધો. 10-12 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિગ્રી- ડિપ્લોમા, ઇજનેરી અને એમબીબીએસ સહિતના પેરામેડિકલ તેમજ અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોનું ફરજિયાત અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવો પડે છે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને તેમનું શિક્ષણ માતૃભાષામાં પણ ઉપલબ્ધ કરાવવાનું સૂચવવામાં આવ્યું છે. આથી રાજ્ય સરકારે ડિગ્રી- ડિપ્લોમા ઇજનેરી,ફાર્મસી અને મેડિકલ- પેરામેડિકલ જેવા તબીબી અભ્યાસક્રમો ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવા માટે તમામ અભ્યાસક્રમોનાં પુસ્તકો ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી પ્રથમ વર્ષ એમબીબીએસનું શિક્ષણ ગુજરાતી ભાષામાં થઇ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે તેમ પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે માત્ર અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવાતા તમામ અભ્યાસક્રમોનું પણ ગુજરાતીમાં ભાષાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉપરાંત રાજ્યની 45 યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. આ સાથે ડીજી લોક૨ પ૨ વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરી દેવાઇ છે.
આ સમાચાર પણ વાંચો: હવે વસઈમાં જોશીમઠ જેવા હાલ, સેંકડો લોકોના ઘરોમાં પડી તિરાડો.. સ્થાનિકોએ કર્યો આ આક્ષેપ..