News Continuous Bureau | Mumbai
બરોડામાં જન્મેલ અને મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવનાર, નિવૃત પ્રાધ્યાપક, મૂલ્યવાન, પ્રાણવાન અને ઉર્જાવાન સાહિત્યનું નિર્માણ કરનાર, શુદ્ધ વ્યાકરણના હિમાયતી , વડવાનલ જેવી દળદાર નવલકથાઓ સહિત આંગતુક, આંધળી ગલી, વાંસનો અંકુર સહિતના પુસ્તકોના લેખક. તેઓની વાર્તામાંથી ભવની ભવાઈ ફિલ્મ બનેલ જે બહુ લોકપ્રિય થયેલ. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, મુનશી સુવર્ણચંદ્રક, નંદશંકર સુવર્ણચંદ્રક, દર્શક પુરસ્કાર ગૌરવ પુરસ્કાર સહિતના અનેક એવોર્ડઝ મળેલ તેવા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂકેલા, મુંબઈની ધબકાર સહિતની સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાયેલા, જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, અનુવાદક ગુજરાતી સાહિત્યમાં આદરભર્યું સ્થાન ધરાવતા પૂજય શ્રી ધીરુબેન ગોરધનભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો : ચીનમાં બન્યો રેકોર્ડ, વધુ શક્તિશાળી થયા શી જિનપિંગ! સતત ત્રીજી વખત સોંપાયો આ કાર્યભાર…
Join Our WhatsApp Community