158
News Continuous Bureau | Mumbai
- દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ટોંગામાં બુધવારના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.
- યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના ટ્વિટ અનુસાર, ટોંગાના હિહિફોથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં 95 કિલોમીટર દૂર 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
- ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 210.0 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપના કારણે કોઈ જાનહાનિની કોઈ માહિતી નથી.
- ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
- ફેબ્રુઆરી મહિનામાં તુર્કિયેમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. અહીં ભૂકંપની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી અને તેનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું.
- આ ભૂકંપે એટલી બધી તબાહી મચાવી હતી કે આ દરમિયાન લગભગ 46 હજાર લોકો માર્યા ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું શું થશે? 16 ધારાસભ્યોના સસ્પેન્શન પર આ તારીખે આવશે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય…
Join Our WhatsApp Community