63
- મલાવીમાં ગઈકાલે આવેલા વાવાઝોડું ફ્રેડીથી આશરે 99 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
- દેશના આપત્તિ વ્યવસ્થાપનના કમિશ્નર ચાર્લ્સ કલેંબાએ કહ્યું કે, સૌથી વધારે લોકોના મૃત્યુ મલાવીની વાણિજ્ય રાજધાની બ્લાંટાયરમાં થયા છે.
- તેમણે કહ્યું કે, આશરે સાત સ્થળોએ 99 લોકોના મોત નિપજ્યા છે. જેમાં બ્લાંટાયર શહેરમાં સૌથી વધુ 85 લોકો માર્ગા ગયા છે અને આશરે 134 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
- ફ્રેડીએ બંને દેશોમાં ભારે નુકસાન કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેલિકોમ્યુનિકેશન અને વીજળી જેવી સેવાઓ હજુ પણ ઠપ્પ છે.
- એટલું જ નહીં, હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહેશે.
- જોકે એવી અપેક્ષા છે કે બુધવાર સુધીમાં ચક્રવાત નબળું પડી જશે અને સમુદ્ર તરફ ફરી વળશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આજથી 4 દિવસ વરસાદઃ આ વર્ષે ચોમાસું પણ જોરદાર રહેશે, ખેડૂતોને પાક બચાવવાની અપીલ
Join Our WhatsApp Community