વિશ્વના અનેક દેશોમાં એક બાદ એક કુદરતી આફતો સામે આવી રહી છે.
દરમિયાન હવે માત્ર બે કરોડની વસ્તી ધરાવતા ગરીબ આફ્રિકન દેશ માલાવીને હવામાનની ભારે અસર થઈ છે.
તાજેતરના ચક્રવાત ફ્રેડીએ આ લેન્ડલોક દેશમાં તબાહી મચાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં 326 લોકોના મોત થયા છે અને સમય સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે.
આફ્રિકન દેશ માલાવીમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તોફાન પ્રભાવિત વિસ્તારોમાં લોકોને તેમની રોજિંદી જરૂરિયાત માટે પણ સંઘર્ષ કરવો પડે છે.
માલાવીમાં પહાડો પર પડેલો વરસાદ પોતાની સાથે કાદવ લઈને આવ્યો છે. આ કાદવ લોકોના ઘરમાં ઘુસી ગયો છે. વસ્તુઓ ઘણી ખરાબ બની ગઈ છે.
રાહત અને બચાવ કાર્ય ચલાવીને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બચાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્ર અનંત અંબાણીએ જામનગરના આ પ્રખ્યાત મંદિરમાં ઝુકાવ્યું શીશ, દર્શન કરી લીધા આશીર્વાદ.. જુઓ વિડીયો
Join Our WhatsApp Community