Wednesday, June 7, 2023

PAK vs ENG: પ્રથમ દિવસે ચાર સદી; 500 રનનો આંકડો પાર. ટેસ્ટ ક્રિકેટમાં રચાયો ઈતિહાસ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં પાકિસ્તાનમાં જ પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે.

by AdminK
Pak vs eng 6 balls, 6 fours: Harry lords over Pakistan

 News Continuous Bureau | Mumbai

PAK vs ENG: ઈંગ્લેન્ડ ક્રિકેટ (Cricket) ટીમ હાલમાં પાકિસ્તાનમાં જ પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. તેના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતી વખતે ઈંગ્લેન્ડે ધમાલ મચાવી હતી. બ્રિટિશ ખેલાડીઓએ ટેસ્ટના પહેલા દિવસે ઝડપી બેટિંગ કરીને ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

પ્રથમ દિવસની રમત,1 ડિસેમ્બરે ના અંત સુધીમાં ઈંગ્લેન્ડની ટીમે 4 વિકેટે 506 રન બનાવી લીધા છે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ ટીમે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 500થી વધુ રન બનાવ્યા હોય. ઈંગ્લેન્ડ આવું કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.

પ્રથમ દિવસે 4 ઈંગ્લીશ બેટ્સમેનોએ સદી ફટકારી હતી

મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ દ્વારા કુલ 4 સદી ફટકારવામાં આવી હતી. બ્રુકે અણનમ 101, જેક ક્રોલીએ 122, બેન ડકેટે 107 અને ઓલી પોપે 108 રન બનાવ્યા હતા. શાહીન શાહ આફ્રિદીની ગેરહાજરીમાં પાકિસ્તાની બોલરો ઈંગ્લેન્ડ સામે લાચાર દેખાતા હતા. લેગ સ્પિનર ​​ઝાહિદ મહમૂદે 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ અલી અને હરિસ રઉફને 1-1 સફળતા મળી હતી.

આ સમાચાર પણ વાંચો:  Shraddha Walkar Murder Case : શ્રદ્ધાના હાડકાં, કપડાં ક્યાં ફેંક્યા? આફતાબે નાર્કો ટેસ્ટમાં આપ્યો જવાબ…

હેરી બ્રુકે સતત 6 ચોગ્ગા ફટકાર્યા હતા

આ ટેસ્ટના પહેલા દિવસે ઈંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુકે Harry Brook) સદી ફટકારી છે. તે પ્રથમ દિવસે 81 બોલમાં 101 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન પાકિસ્તાની બોલરોને જોરદાર રીતે પછાડ્યા હતા. આ સાથે બ્રુકે લેફ્ટ આર્મ સ્લો બોલર સઈદ શકીલની એક જ ઓવરમાં સતત 6 ફોર ફટકારી હતી. આ સાથે તેણે વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

આ પહેલા શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યા, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ રામનરેશ સરવન અને ક્રિસ ગેલ પણ એક ઓવરમાં 6 ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. હેરી બ્રુકે ત્રણેયની બરાબરી કરી છે. સરવને આ રેકોર્ડ ભારત સામે જ બનાવ્યો હતો. 2006માં તેણે મુનાફ પટેલ સામે સતત 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

ઈંગ્લેન્ડે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો

ઈંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેચના પહેલા દિવસે 506 રન બનાવીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લિશ ટીમ ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ દિવસે 500 કે તેથી વધુ રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો જેણે 1910માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચના પહેલા દિવસે 494 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે આ રેકોર્ડ તોડ્યો છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈવાસીઓ શુક્રવારના દિવસે સડક માર્ગે બહાર નીકળતા પહેલા વિચારી લેજો. શહેરમાં VIP મુવમેન્ટ હોવાથી આટલા રસ્તાઓ પર ભારે ટ્રાફિક રહેશે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous