News Continuous Bureau | Mumbai
ગીર સોમનાથના એક એવા મતદાર જે પોતાના મતાધિકારને લઈ વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. આ મતદાર છે ગીર જંગલની મધ્યે આવેલા બાણેજ ગીર જગ્યાના મહંત કે જેઓ મતદાન કરે એટલે 100 ટકા મતદાન થઈ જાય છે. ત્યારે આજે મતદાનના દિવસે મહંતે મત આપીને લોકશાહીના પર્વમાં સૌ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. એક વ્યક્તિ માટે તૈયાર થાય છે બુથ ભારત દેશની અંદર આ એકમાત્ર એવું મતદાન બુથ છે, અહીં માત્ર એક જ મંદિરના મહંતના મત માટે ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલા નેશનલ પાર્કમાં જામવાળા ગીરથી 25 કિ.મી. દુર ઘનઘોર જંગલમાં આવેલા બાણેજ ગીર ખાતે મતદાન બુથ તૈયાર કરવામાં આવે છે. ચુંટણી પંચ દ્વારા આ બુથમાં 15 વ્યક્તિઓને મતદાન સંબંધી કામગીરી માટે મોકલી બુથ ઉભું કરે છે. જેમાં ગીર જંગલની મધ્યમાં આવેલ બાણેજા આશ્રમના મહંત હરિદાસબાપુ અચૂક મતદાન કરે છે.
ચૂંટણી પંચ દ્વારા કયા બૂથ પર કયા પક્ષને કેટલા વોટ મળ્યા તે જાહેર કરવામાં આવતું હોય છે, જેના કારણે હરિદાસ બાપુનો મત એ ગુપ્ત રહેતો નથી એ પણ રસપ્રદ વાત આ બુથની છે
2002થી પોલિંગ બુથની શરૂઆત
ચૂંટણી પંચ દ્વારા 2002થી બાણેજના એક માત્ર મતદાતા સ્વ.ભરતદાસ બાપુ માટે પોલિંગ બુથ ઉભુ કરવામાં આવતું હતું. પરંતુ ભરતદાસના સ્વર્ગસ્થ બાદ તેમના ગુરુભાઈ હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ તમામ વ્યવસ્થા ઉભી કરે છે. જેમનો ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણીની જાહેરાત સમયે પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે હરિદાસ બાપુએ જણાવ્યું કે, અહીં કોઈ નેતા પ્રચાર માટે ક્યારેય આવ્યા નથી. એક મત છે અને તે પણ જંગલની અંદર 25 કિમી દૂર નેશનલ પાર્ક વિસ્તારમાં.
આ સમાચાર પણ વાંચો : Shraddha Walkar Murder Case : શ્રદ્ધાના હાડકાં, કપડાં ક્યાં ફેંક્યા? આફતાબે નાર્કો ટેસ્ટમાં આપ્યો જવાબ…
અહીં નેશનલ પાર્ક હોવાના કારણે કોઈ સુવિધા ન મળે પરંતુ શ્રદ્ધાળુઓને 25 કિમી જંગલનો ઉબડ ખાબડ રસ્તો પસાર કરી અહીં પહોચવું પડે છે. વર્ષો જૂની માંગ છે રસ્તાની મરામત થાય પરંતુ હજુ સુધી તે સંતોષાય નથી. અહીં સિંહ, દિપડા સહિતના હિંચક પ્રાણીઓ સાથે પણ રૂબરૂ થવું પડે છે. જો કે તેમ છતાં ચૂંટણી પંચ એક મત માટે આખું પોલિંગ બુથ ઉભું કરે છે. નવાયની વાત એ છે કે દર ચૂંટણીમાં અહીં 100 ટકા મતદાન નોંધાય છે.
Join Our WhatsApp Community