દેશની અદાલતોમાં પેન્ડિંગ કેસોનો આંક સામે આવ્યો છે. કોરોના જેવી સ્થિતિ, અદાલતોમાં જજીસની ખાલી જગ્યા સહીતના કારણોના કારણે કોર્ટોમાં પેન્ડિંગ કેસના આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો પેન્ડિંગ કેસોનો આંકડો 1.5 લાખને પાર પહોંચ્યો છે.
2014માં 87,356 થી વધીને 1,59,711 થઈ ગયો છે. નવ વર્ષના ગાળામાં હાઈકોર્ટમાં પેન્ડીંગ કેસોની સંખ્યામાં 72,000નો વધારો થયો છે. લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેટલાક આંકડાઓ સામે આવ્યા હતા. દેશની તમામ હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ કેસ પેન્ડિંગ છે.
ગુજરાતની નીચલી અદાલતોની વાત કરીએ તો વર્ષ 2014માં પેન્ડિંગ કેસોની સંખ્યા 21,79,979 હતી જે 31 ઓક્ટોબર, 2022 સુધીમાં ઘટીને 18,08,627 થઈ ગઈ છે એટલે કે નવ વર્ષમાં 3 લાખથી વધુ પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં પૂછાયેલા તેમના જવાબમાં જણાવ્યું હતું કે 31 ઓક્ટોબર સુધી હાઈકોર્ટે ગયા વર્ષના 14.4 લાખની સરખામણીમાં છ લાખ કેસોનો નિકાલ કર્યો હતો. જ્યારે 2014માં સૌથી વધુ 17 લાખ કેસનો નિકાલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાના બે વર્ષમાં કામગિરીમાં રુકાવટ પણ આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Mumbai Metro : ઇન્તેઝાર ની ઘડી ખતમ થઈ. મુંબઈને લગભગ 9 વર્ષ પછી આ તારીખે બે નવી મેટ્રો લાઈનો મળશે
ખાસ કરીને જ્યારે ગત વર્ષની સરખામણીએ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોના આંક પણ સામે આવ્યા છે. જેમાં 1 નવેમ્બરના રોજ 68,781 કેસ પેન્ડિંગ હતા. જો કે, સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પરનો તાજેતરનો ડેટા 1 ડિસેમ્બર સુધીમાં 69,598 કેસ પેન્ડન્સી દર્શાવે છે. પાંચ હાઈકોર્ટમાં સૌથી વધુ પેન્ડન્સી કેસ જોવા મળ્યા છે.
જાણો કયા રાજ્યોમાં ક્યાં કેટલા પેન્ડિંગ કેસો
સૌથી વધુ પેન્ડિંગ કેસ ઉત્તર પ્રદેશ – 10.6 મિલિયન,
મહારાષ્ટ્ર – 4.9 મિલિયન,
બિહાર – 3.4 મિલિયન,
પશ્ચિમ બંગાળ 2.4 મિલિયન
રાજસ્થાન 2.2 મિલિયન
અલ્હાબાદ -1.03 મિલિયન,
પંજાબ અને હરિયાણા 5,90,071,
પટના – 4,44,370,
ઝારખંડ – 4,20,758
બોમ્બે – 3,71,787
આ સમાચાર પણ વાંચો: ‘આઝાદીની લડાઈમાં તમારા જૂથના એક કૂતરાએ પણ જીવ આપ્યો નથી’, ભાજપ પર ખડગેએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન