ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
ભાજપ દ્વારા 16 ઑગસ્ટથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવનાર છે, જેમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાનો 16થી 18 ઑગસ્ટ અને કેન્દ્રના કૅબિનેટ પ્રધાનો 19-21 ઑગસ્ટ દરમિયાન સરકારની કોરોનાની ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત પ્રજાના આશીર્વાદ પ્રાપ્ત કરવા જશે. ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યે માહિતી આપી છે કે કેન્દ્રીય પ્રધાનમંડળમાંના નારાયણ રાણે, ડૉ. ભારતી વાર, ડૉ. ભાગવત કરાડ અને કપિલ પાટીલ આ ચાર નવનિયુક્ત પ્રધાન જનતા સાથે સંવાદ સાધવા માટે 16 ઑગસ્ટથી રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં 16 ઑગસ્ટથી જન આશીર્વાદ યાત્રા કાઢશે.
વધુમાં જાણકારી આપતાં શ્રી ઉપાધ્યેએ કહ્યું કે કેન્દ્રીય પંચાયત રાજ કપિલ પાટીલની યાત્રા 16 થી 20 ઑગસ્ટ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય રાજ્યકક્ષાના પ્રધાન ડૉ. ભારતી પવારની યાત્રા 16 થી 20 ઓગસ્ટ દરમિયાન, કેન્દ્રીય અર્થ રાજ્યમંત્રી ડૉ.ભાગવત ની યાત્રા 16થી 21 ઑગસ્ટ દરમિયાન અને કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેની યાત્રા 19થી 25 ઑગસ્ટ આ સમય દરમિયાન નીકળશે.
રાખી સાવંતે લગાવ્યો એક વ્યક્તિ પર બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસવાનો આરોપ, પોલીસમાં નોંધાવી ફરિયાદ
યાત્રાના પ્રમુખ ધારાસભ્ય સંજય કેળકરે કહ્યું હતું કે કપિલ પાટીલની યાત્રા થાણે, રાયગઢ જિલ્લામાં 570 કિલોમીટરનો પ્રવાસ કરશે. ડૉ. ભારતી પવારની યાત્રા પાલઘર, નાસિક, ધૂળે, નંદુરબાર આ જિલ્લામાંના 5 લોકસભા મતદાર સંઘમાં 431 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. ડૉ.ભાગવત કરાડની યાત્રા મરાઠવાડા ના 7 લોકસભા મતદાર સંઘમાં 623 કિલોમીટરનો પ્રવાસ કરશે.
નારાયણ રાણેની યાત્રા 19 ઑસ્ટગના મુંબઈથી શરૂ થશે. વસઈ–વિરાર મહાપાલિકા ક્ષેત્ર અને રત્નાગિરિ- સિંધુદુર્ગ જિલ્લામાં આ યાત્રા 650 કિલોમીટર જેટલો પ્રવાસ કરશે. આ યાત્રામાં આ ચારેય પ્રધાન સમાજના વિવિધ ઘટકોના પ્રશ્નો જાણશે તેમ જ કેન્દ્ર સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે પણ સંવાદ સાધશે. ધારાસભ્ય નિરંજન ડાવખરે, ધારાસભ્ય સુનીલ રાણે, ધારાસભ્ય અશોક ઉઇકે, પ્રમોદ જઠાર, રાજન નાઈક આ યાત્રાના સમન્વયનું કામ કરશે એમ પણ સંજય કેળકરે કહ્યું હતું.