આજથી અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ત્યારે શહેરમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. તહેવારો ટાણે મહામારીના કેસોમાં ઉછાળો આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
જે અગાઉ માત્ર સિંગલ ડિજિટમાં નોંધાતા હતા. તે હવે ડબલ ડીજીટનો નોંધાઈ રહ્યા છે. એક સપ્તાહમાં કોરોનાના વધેલા કેસથી તંત્રની સાથે સાથે લોકો પણ ચિંતામાં મુકાયા છે, ત્યારે આજે પણ રાજ્યમાં ડબલ ડીજીટમાં કોરોના કેસો નોંધાયા છે. આજે ગુજરાતભરમાં કુલ 23 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 14 કેસ નોંધાયા છે, તો રાજકોટમાં ત્રણ કેસ અને સુરતમાં 2 કેસ નોંધાયા છે. આ દરમિયાન 11 દર્દીઓ સાજા પણ થયા છે.
આ સમાચાર પણ વાંચો : OnePlus લાવ્યું બજેટ ઈયરબડ, બેટરી 39 કલાક ચાલશે અને કિંમત તમને ખુશ કરશે.
દરમિયાન શહેરમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટમેચ સમયે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થવાની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ વધવાની દહેશત વચ્ચે મ્યુનિ.ના હેલ્થ વિભાગ તરફથી સાવચેતીના પગલારૂપે લોકોને ગરમ પાણીના કોગળા કરવા, માસ્ક પહેરવા ઉપરાંત ભીડ હોય એવા સ્થળોએ જવાનુ ટાળવાની સાથે કોરોના સંક્રમણથી બચવા બુસ્ટર ડોઝ લેવા અપીલ કરવામાં આવી છે.
Join Our WhatsApp Community