News Continuous Bureau | Mumbai
ગુજરાતના રાજકોટ ( Rajkot ) ખાતે નિર્માણાધીન નાના ડેમનું ( dam ) નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા હીરાબેન ( Hiraba ) મોદીના નામ પરથી રાખવામાં આવશે. આ ડેમ ‘ગીર ગંગા’ પરિવારના ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. રાજકોટ-કાલાવડ રોડ પર વાગુદડ ગામ પાસે ન્યારી નદી પર આ ડેમ બનાવવામાં આવી રહ્યો છે અને તેના માટે 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ નવીનતમ ડેમનું કામ બે સપ્તાહમાં પુરૂ થઈ જશે. જેની ક્ષમતા લગભગ 2.5 કરોડ લીટર પાણી જમા કરવાની હશે.
બુધવારે સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને રાજકોટના મેયર પ્રદીપ દેવની હાજરીમાં આ ડેમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને શ્રદ્ધાંજલિ રૂપે આ ડેમનું નામ ‘હીરાબા સ્મૃતિ સરોવર’ રાખવામાં આવ્યું છે. કારણ કે તેમને હંમેશા યાદ કરી શકાય. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, હીરા બાના મોત બાદ પણ તેમની સાદગી નવી પેઢીને પ્રેરિત કરશે.
આ સમાચાર પણ વાંચો: ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીને શૂટિંગ દરમિયાન થઈ ઈજા, નજીકની હોસ્પિટલમાં કરવામાં આવ્યો દાખલ.. જાણો કેવી છે તેમની તબિયત..
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાતના ગાંધીનગરમાં 60 મીટર લાંબા રોડનું નામ બદલીને ‘પૂજ્ય હીરા માર્ગ’ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબેન મોદીનું 30 ડિસેમ્બરે 100 વર્ષની વયે નિધન થયું હતું. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેથી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે હિરાબન મોદીની યાદમાં રાજકોટના ડેમનું નામ હીરાબા સ્મૃતિ સરોવર રાખવાનું નક્કી કર્યું.
Join Our WhatsApp Community