News Continuous Bureau | Mumbai
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામના વિકાસ માટે કરોડોના ખર્ચે અનેક નવા પ્રોજક્ટની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે દ્વારકામાં પણ શ્રદ્ધાળુઓને સારી સુવિધાઓ મળે તે માટે સરકાર દ્વારા વિકાસકામો ઝડપી કરવામાં આવ્યા છે. દ્વારકામાં ઓખા-બેટ દ્વારકા જવા માટે એકમાત્ર ફેરી બોટની જ વ્યવસ્થા હતી જો કે હવે તેના વિકલ્પ તરીકે સિગ્નેચર બ્રિજ વિકસી રહ્યો છે.
રૂ. 900 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણ
ઓખાથી બેટ દ્વારકા જવા માટે શ્રદ્ધાળુઓને હાલ ફેરી બોટનો સહારો લેવો પડે છે. ઓખા-બેટ દ્વારકા વચ્ચે લગભગ 4.5 કિમીનું અંતર છે. ત્યારે હવે આ 4.5 કિમીના અંતરમાં સમુદ્રમાં પીલર ઊભા કરીને રૂ. 900 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આવનારા ટૂંક સમયમાં જ આ સિગ્નેચર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે અને લોકો વાહન મારફતે બેટ દ્વારકા પહોંચી શકશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર, 2017માં આ સિગ્નેચર બ્રિજ અંગે જાહેરાત કરી હતી. જે અનુસંધાને હાઈવે ઓથોરિટી દ્વારા ખાનગી કંપનીને કન્સ્ટ્રક્શનનું કામ સોંપાયું છે અને હાલ 300 જેટલા ઇજનેરની મદદ દ્વારા સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ બાદ હવે વસઈમાં જોશીમઠ જેવા હાલ, સેંકડો લોકોના ઘરોમાં પડી તિરાડો.. સ્થાનિકોએ કર્યો આ આક્ષેપ..
બ્રિજ પર 2.5 મીટર પહોળા ફૂટપાથ પણ બનશે
આપને જણાવી દઈએ કે, આ સિગ્નેચર બ્રિજમાં કુલ ત્રણ ગાળા બનાવવામાં આવી રહ્યો છે, જેમાં 500 મીટર અને 200 મીટર લંબાઈના બે સ્પન બનશે. ઓખા બાજુની બ્રિજની લંબાઈ 1066 અને બેટ દ્વારકા બાજીની 1180 મીટર લંબાઈ રહેશે. માહિતી મુજબ, સિગ્નેચર બ્રિજ 27 મીટર પહોળો બનશે. ઉપરાંત બ્રિજ પર 2.5 મીટર પહોળા ફૂટપાથ પણ બનશે. એવી માનવામાં આવી રહ્યું છે કે, આ સિગ્નેચર બ્રિજ આવનારા ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.
Join Our WhatsApp Community