News Continuous Bureau | Mumbai
પૂર્વોત્તરના ત્રણ રાજ્યો નાગાલેંડ, ત્રિપુરા અને મેઘાલયમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો માટે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના 6 કલાક પછી ત્રિપુરા અને નાગાલેંડમાં તસવીર સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. ત્રિપુરામાં ભાજપ તો નાગાલેન્ડમાં એનડીપીપી (ભાજપ ગઠબંધન)ની સત્તામાં વાપસી લગભગ નક્કી માનવામાં આવી રહી છે. જ્યારે મેઘાલયમાં ત્રિશંકુ સરકાર બનતી જોવા મળે છે. જોકે, અહીં વર્તમાન સીએન કોનરાડ સંગમાની પાર્ટી એનપીપી આગળ ચાલી રહી છે. ત્રણેય રાજ્યમાં 60-60 બેઠક છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી એ જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી.
નાગાલેન્ડમાં રચાયો ઇતિહાસ, પ્રથમ વખત મહિલા ધારાસભ્ય
નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન 39 બેઠકો પર આગળ છે. ભાજપ ગઠબંધનની સ્પષ્ટ બહુમતી સાથે અહીં સરકાર રચાઈ શકે તેમ છે. નાગાલેન્ડમાં ઇતિહાસ રચાયો છે. અહીં 60 વર્ષમાં પ્રથમ વખત મહિલા ધારાસભ્ય ચૂંટાયા છે. નાગાલેન્ડમાં પહેલીવાર 2 મહિલાઓ ચૂંટણી જીતી છે. દીમાપુર-III બેઠક પર એનડીપીપીના હેકાની જાખલુએ જીતી હતી અને એનડીપીપીના સલ્હૌતુઓનુઓ પશ્ચિમી અંગામી બેઠક પર જીતીને વિજેતા બન્યા છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસે ઝૂંટવી લીધો ભાજપનો 28 વર્ષ જૂનો ગઢ, પુણેની કસબા પેઠ બેઠક પર આ ઉમેદવારે લહેરાવ્યો જીતનો ઝંડો..
ત્રિપુરામાં ભાજપની સત્તામાં ફરી વાપસી
ચૂંટણી પંચના આંકડા અનુસાર, ભાજપ ત્રિપુરામાં ફરી સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. પાર્ટી અહીં 33 સીટો પર આગળ ચાલી રહી છે. તે જ સમયે, કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધન માત્ર 15 સીટો પર લીડ ધરાવે છે. નવા પક્ષ, ટીપ્રા મોથાએ આ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જે 13 બેઠકો પર આગળ છે. જોકે ટ્રેન્ડમાં ભાજપને કોઈના સમર્થનની જરૂર નથી. તેમ છતાં, ભગવા શિબિર TMPને એકસાથે આવવાની ઓફર કરી શકે છે.
Join Our WhatsApp Community