News Continuous Bureau | Mumbai
નીતીશ કુમારની પાર્ટી જેડીયુના એક નેતાએ સેના પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જે બાદ ભાજપ ભડકી ગયું છે. JDUના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિધાન પરિષદ (MLC) ગુલામ રસૂલ બલિયાવીએ રવિવારે નવાદામાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે નિપટવામાં ડર લાગી રહ્યો છે, તો સેનામાં 30 ટકા મુસ્લિમોને સ્થાન આપી દો.
બલિયાવીના કહેવા પ્રમાણે, જો અમારા બાળકો આતંકવાદી હોય તો તેમને ફાંસી પર લટકાવી દો. અમે તેમની લાશ નહીં લઈએ, પરંતુ એ જણાવવું પડશે કે લોકો લાખો-કરોડોની રકમ લઈને જે લોકો વિદેશ ભાગી ગયા છે, તેઓ આ ભારતના વફાદાર છે કે ગદ્દાર.
ગુલામ રસૂલ બલિયાવીએ સેના પર શું કહ્યું?
ગુલામ રસૂલ બલિયાવીએ વધુમાં જણાવ્યું હતું કે ઇસ્લામનું કોઈ કામ સરકારની તિજોરીમાંથી થતું નથી. તેઓ કોઈ અન્ય લોકો હશે, જે સરકારના ખજાનામાંથી દીવા પ્રગટાવે છે. આપણે જાણીએ છીએ કે અમારે દેશ માટે શું-શું કરવાનું છે.
તેમણે કહ્યું કે જ્યારે પાકિસ્તાન મિસાઈલ બનાવીને ભારતને આંખો બતાવી રહ્યું હતું ત્યારે નાગપુરથી કોઈ બાબા જવાબ આપવા આવ્યા ન હતા. મુસ્લિમના પુત્ર એપીજે અબ્દુલ કલામે જવાબ આપ્યો હતો. ભારતના મુસ્લિમોને લાગે છે કે જે રીતે દલિત એક્ટ બનાવવામાં આવ્યો છે તેવી જ રીતે ભારતમાં મુસ્લિમ સેફ્ટી એક્ટ બનાવવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો: કડક પગલાં / RBIએ ફરી કેન્સલ કર્યા આ બે ‘બેંકો’ના લાઈસન્સ, આ કારણે થઈ કાર્યવાહી
ગુલામ રસૂલ બલિયાવીએ માર્કજી ઇડર-એ-શરિયતના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને તેમણે અપીલ કરી કે દહેજ નાબૂદ કરો, બાળકોને ભણાવો. આસપાસના લોકોને પ્રેમ કરો. રસૂલ વાલા નફરત નહીં, પ્રેમ કરે છે. આપણા દેશના બંધારણને બચાવવું પડશે. કોર્ટ પર વિશ્વાસ રાખો. જીવ આપવો પડે તો આપી દેજો. પોતાના દેશના સન્માન સાથે ક્યારેય બાંધછોડ ન કરતા.
ગુલામ રસૂલ બલિયાવીના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા
JDU નેતાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું કે ગુલામ રસૂલ બલિયાવીએ જે કહ્યું તે સનાતન ધર્મ, ધાર્મિક નેતાઓ અને સેનાનું અપમાન છે.
નિખિલ આનંદે કહ્યું, ‘જો ગુલામ રસૂલ બલિયાવીને મુસ્લિમોની એટલી જ ચિંતા છે, તો તેમણે 80 ટકા પસમાંદા મુસ્લિમોને તેમની સંખ્યાના પ્રમાણમાં યોગ્ય સન્માન, ન્યાય અને ભાગીદારી આપવા માટે ધાર્મિક સુધારાની ચળવળ શરૂ કરવી જોઈએ.’
આ સમાચાર પણ વાંચો: શરદ પવારની પરવાનગી સાથે સવારે શપથ લેવાનો પ્લાન થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો ખુલાસો